
હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવીને નગરમાં રહેતા અમુક મતદારો પાસે બે બે ઇલેક્શન કાર્ડ હોવાનું બહાર આવ્યું છે. જોકે બીએલઓની હોંશિયારીથી મતદારોને કહ્યું કે તમારા વતનમાં મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભર્યું તેમ કહેતા મતદારોએ જણાવ્યું કે અમારા વતનમાં ફોર્મ ભરી દીધું આથી નગરમાં રહેતા અમુક મતદારો પાસેથી બે બે ચૂંટણી કાર્ડ હોય તેમ લાગી રહ્યું છે.
મતદાર યાદી સુધારણાના ભાગરૂપે ઘરે ઘરે જઇને ફોર્મ જમા કરાવી દીધા છે. ત્યારે હવે ભરાયેલા ફોર્મ જમા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અન્ય રાજ્ય કે જિલ્લામાંથી પરિવાર સાથે આવીને ગાંધીનગરમાં રહેતા અમુક મતદારો પાસે બે બે ચૂંટણી કાર્ડ હોવાનું બહાર આવ્યું છે. તેમાં બીએલઓની હોંશિયારી કામ કરી ગઇ છે. જેમાં મતદાર પાસે બીજું ચૂંટણી કાર્ડ છે કે નહી તે જાણવા માટે વતનમાં ફોર્મ ભર્યું છે કે નહી તે પુછતાં અમુક મતદારોએ જણાવ્યું કે હાલમાં વતનમાં ફોર્મ ભરીને આપી દીધું છે. આથી આધારાકાર્ડની જેમ એક વ્યક્તિનું એક જ વખત આધારકાર્ડ નિકળે તેવી સિસ્ટમ નથી. જેથી ગાંધીનગરમાં રહેતા અન્ય જિલ્લા કે રાજ્યના અમુક મતદારો પાસે બે બે ચૂંટણી કાર્ડ હોવાની શક્યતા બીએલઓએ વ્યક્ત કરી છે.
જોકે ચૂંટણીપંચ પાસે અદ્યતન સિસ્ટમ હોવાથી મતદાર પાસે બીજું ચૂંટણી કાર્ડ છે કે નહી તેની સાચી હકિકત ચૂંટણી પંચ દ્વારા સ્કુટીની કરતા બહાર આવશે. આથી મતદાર યાદી સુધારણાની કામગીરી બાદ બે બે ચૂંટણી કાર્ડ ધરાવતા મતદારોનું એક ચૂંટણીકાર્ડ રદ થઇ જશે. જોકે મતદારો પાસે બે બે ચૂંટણીકાર્ડ છે કે નહી તે તો ચૂંટણીપંચ દ્વારા તપાસ બાદ સમગ્ર હકિકત બહાર આવશે.