

ધોલેરા-ભાવનગર હાઈવે પર મુંડી પાટિયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન નિધન થયું છે.
મૃતક પીપળી શ્રીનાથ હોટલના માલિક મુન્નાભાઈ પીપળીવાળા હતા. અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મુન્નાભાઈ પીપળીવાળાનું મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ગઈકાલે બપોર બાદ થયો હતો. મુન્નાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.