
ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. એક બાદ એક હત્યા સહિતના ગંભીર બનાવોને લઈને સંસ્કારી નગરી કલંકિત થઈ છે. ત્યારે ગઈકાલે(25 નવેમ્બર) મોડી રાત્રે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં 5 હજારની લેતીદેતીમાં મિત્ર મોહિત નરેશભાઈ ટેભાણીની તેના મિત્ર સહિત 4 શખસોએ મેલડી માતાના મંદિર સામે છરીના આડેધડ ઘા મારી હત્યા કરી નાખી છે. લોહીના ખાબોચિયામાં તરફડિયાં મારતા યુવકને હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. કરચલીયા પરામાં ધનાનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહિત નરેશભાઈ ટેભાણીને આ વિસ્તારમાં રહેતા કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી. ગઈકાલે રાત્રે 11:30ના સમયે મૃતક મોહિત તેના મિત્ર સાથે આ જ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરી તેના પર છરી સહિતના તીક્ષણ હથિયારો વડે આડેધડ ઘા ઝીંકી બાઈક તથા સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા. લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા મોહિતને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતકના પિતાનું પણ ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું છે. મૃતક તેની માતા, બહેનો, પત્ની તથા પુત્ર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ બનાવની જાણ થતાં ગંગાજળીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈને મૃતકના કાકા મહેશ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે સિટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, ગંગાજળીયા પોલીસ સ્ટેશનના કરચલિયા પરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે મેલડી માતાના મંદિર પાસે મૃતક મોહિત અને તેના મિત્ર આરોપી કાના વચ્ચે પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી. જેમાં ચારેય આરોપીઓએ ભેગા થઈ મોહિતને છરીના ઘા મારતા તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ખુનનો ગુનો નોંધી 2 આરોપીઓને હસ્તગત કરાયા છે. 5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલો તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઊઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં તેનાં પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલા પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો. લગ્ન એક એવો શબ્દ કે જેને સાંભળી ખુશી, હર્ષોઉલ્લાસ અને પ્રેમની અનુભૂતિ થાય. જ્યારે બે લોકો એકબીજા જોડે સુખ દુ:ખમાં સાથે રહેવાના સપના જૂએ ત્યારે પ્રભુતાના પગલાં માંડતા હોય છે. આવી જ એક ભાવનગરની 22 વર્ષીય યુવતી સોનીએ પણ પોતાના ‘સાજન’ના સપના જોયા હતા. પણ તેને ક્યાં ખબર હતી કે તેનો સાજન તો ‘શેતાન’ નીકળશે.