
હિંમતનગર ખાતે પહોંચેલી ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન વિરોધ કરવા આવેલા બુટલેગર અને ભાજપના મળતિયાઓ પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હતા. ગુજરાતમાં બેરોટકોટ દારૂ -ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે ગુજરાતમાં દારૂ એક વ્યાપાર બની ગયો છે.વારંવાર ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ પકડાય છે. દારૂ અને ડ્રગ્સને કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.થરાદમાં વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જે રજુઆત કરી એ ગુજરાતની મહિલાઓની રજૂઆત હતી. આ રજૂઆત સાંભળીને ગાંધીનગરમાં બેઠેલ મુખ્યમંત્રી, ગૃહ મંત્રીમાં થોડી પણ શરમ હોય તો કહ્યું હોત તો કહ્યું હોત કે જે પણ પોલીસ સ્ટેશનની હદમાં એક પણ ટીપું દારૂ મળ્યું તો આખા સ્ટેશનના લોકોને સસ્પેડ કરી દેવામાં આવશે. પરંતુ જાણે પોતે બુટલેગરના વકીલ હોય
હપ્તાખોરોના ભાગીદાર હોય તેમ કોંગ્રેસના ધારાસભ્યશ્રી સંસ્કારી નથી તેવું કહી રહ્યા છે.
આ હપ્તાખોરીને કારણે ગાંધીનગરમાં બેઠા બેઠા ઉત્સવો અને તાયફો કરી થયા છે. ભાજપનાં મળતિયાઓ જેઓ અત્યાર સુધી સાયકલ પર ફરતા હતા તેઓ આજે હપ્તરાજથી મોટી મોટી મોંધી ગાડીઓમાં ફરી રહ્યા છે. ગુજરાતનાં બુટલેગરો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારો હમો છેક ગાંધીનગર સુધી જાય છે, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે તેવી શેખી મારે છે અને આશેખી એટલા માટે મારે છે કારણકે ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છે. જો બુટલેગરનો ધંધો બંધ થઈ જશે તો તેમના હપ્તા બંધ થઈ જશે તેથી તેમના પેટમાં તેલ રેડાયું છે માટે કોંગ્રેસ પક્ષની ‘જન આક્રોશ યાત્રા’નો વિરોધ કરી રહ્યા છે.જે સાચા – ઇમાનદાર પોલીસ વાળા છે તેમણે કોઈ ડર નથી પરંતુ હપ્તા લેતા, ગુસખોરી કરતા, લાંચિયા લોકોને ડર લાગી થયો છે. કોંગ્રેસ પક્ષ ઈમાનદાર પોલીસ કર્મીઓને સલામ કરે છે પરંતુ લાંચિયા –
હપ્તાખોરો છોડવામાં નહીં આવે એ પણ વાત ડંકાની ચોટ પર કહે છે. ભાજપ કેમ બુટલેગરોને છાવરે છે?
કેમ લાંચિયા – ભ્રષ્ટ લોકોની વકીલાત કરે છે? તેનો જવાબ ભાજપ સરકાર આપે. ઈમાનદાર પોલીસ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ઈમાનદાર પોલીસ કર્મીઓને અમે સલામ કરીએ છીએ. સાચા અને નીતિવાન પોલીસને કોઈનો ડર નથી ડર તો તેમને લાગે છે જે બે નંબરના ધંધામાં ભાગીદાર છે, હપ્તા લે છે અને બુટલેગરો સાથે સેટિંગ ધરાવે છે અને વિરોધ પણ આ જ લોકો કરે છે. CLP નેતા તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપના રાજમાં આજે સમાજના દરેક વર્ગના લોકો હેરાન પરેશાન છે ગઈકાલે અંકલેશ્વરના એક બહેન જેમને અનાજ નહોતું મળતું આ માટે તેઓ પરિવાર સાથે રજુઆત કરવા ગાંધીનગર સચિવાલય પણ આવ્યા ત્યાં પણ કોઈએ વાત ન સાંભળી આખરે એમણે દવા પીધી ત્યારે તંત્ર દોડતું થયું આ બહેરી સરકાર છે ત્યારે આવા લોકોને બદલવાનો સમય આવી ગયો છે આવી સરકાર હવે બદલી નાખવી જરૂરી છે