સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા રોડ સાઈડ છત્રી ટેબલ લઈને વેપલો કરતા સીમકાર્ડ એજન્ટોથી સાવધાન

Spread the love

સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા રોડ સાઈડ છત્રી ટેબલ લઈને વેપલો કરતા સીમકાર્ડ એજન્ટોથી સાવધાન

ગેરકાયદેસર સીમકાર્ડ વેચતા ત્રણ શખ્સોની ઘરપકડ, સર્વર ડાઉન હોવાનું કહીને ફિંગર પ્રિન્ટ લઈને વધારાના સીમ કાર્ડનો ધીકતો ધંધો

 

રાજયમાં પેચીદો પ્રશ્નો હોય તો તે દારૂ જુગાર કરતાં પણ મોટી સમસ્યા અને માથાના દુખાવા રૂપ સાયબર ક્રાઇમ છે, જાહેરમાં લૂંટ કરનારા ચોરો ઓછા થયા ત્યાં હવા મેં ચોરી કરતા ચોરો વધી ગયા, ત્યારે અમદાવાદ ખાતે આવી એક ટોળકી ગ્રાહકોની જાણ બહાર તેમના નામે વધારાના સિમકાર્ડ ઈશ્યૂ કરાવીને તેને કંબોડિયા અને દુબઈ જેવા દેશોમાં મોકલીને સાયબર ફ્રોડથી લાખોની કમાણી કરતી હતી. આ ટોળકીના એજન્ટો છત્રીઓ લગાવીને બેસતા હતા અને સિમકાર્ડ લેવા આવતા ગ્રાહકોને સર્વર ડાઉન હોવાનું કહીને તેમની ફિંગરપ્રિન્ટ લઈને તેમના નામે વધારાના સિમકાર્ડ ઈશ્યૂ કરાવતા હતા. ચાંદલોડિયાના એક વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ કરતા સાયબર ક્રાઈમે આરોપીઓ વિજય રાવળ, શુભમ ઉર્ફે સેબી પરાડયા અને કિરણ ઉર્ફે કેટી ઠક્કરની ધરપકડ કરી છે. વિજય રાવળ ગ્રાહકોને સિમકાર્ડ આપતો હતો, જ્યારે શુભમ અને કિરણ ડમી સિમકાર્ડ સપ્લાય કરતા હતા. પોલીસે દ મોબાઈલ સહિત ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કૌભાંડના ભેજાબાઝની મોડસ ઓપરેન્ડી વાંચો
* રોડ ઉપર છત્રી લગાવીને બેસતા આ “સિમકાર્ડ એજન્ટો”
* ગ્રાહકને કહે કે “સર્વર ડાઉન છે. કિંગરપ્રિન્ટ આપી જાઓ, પછી સિમ મળી જશે”
* ગ્રાહક જે સિમ માટે આવ્યો હોય એ તો આપી દે
* પણ એ જ ડોક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને વધારાના ૧-૨ ડમી સિમ પણ તેના નામે જ ઇશ્યૂ કરી લે
* ગ્રાહકને આ વાતની ખબર જ ન પડે
* આ ડમી સિમ પછી કંબોડિયા-દુબઈના મોટા ફોડ ગેંગને વેચાઈ જાય
* ત્યાંથી “ડિજિટલ એરેસ્ટ”, “કસ્ટમ ક્લિયરન્સ”, “ડ્રગ્સ પાર્સલ” જેવા લાખો-કરોડોના સાઇબર ક્રોડ થાય
કમાણીનું સ્તરવારી માળખું (દરેક સિમ પર):
* સ્તર-૧ (રોડ એજન્ટ): ૪૦૦ કમાણી
* સ્તર-ર (મધ્યસ્થી): ૩૦૦ કુલ ૭૦૦
* સ્તર-૩ (આંતરરાષ્ટ્રીય સપ્લાયર): ૫૦૦-૮૦૦ કુલ ૧૨૦૦-૧૫૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *