અમદાવાદના આ વિસ્તારોને ભયો-ભયો! મકાનોના વધી જશે ભાવ, બે વર્ષમાં 17 હાઇરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી

Spread the love

 

 

ગુજરાતનું આર્થિક પાટનગર અને ભવિષ્યના વૈશ્વિક રમતગમતના કેન્દ્ર એવા અમદાવાદમાં આગામી વર્ષોમાં આકાશને આંબતી ઇમારતોનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા બે વર્ષમાં 17 જેટલા હાઈરાઈઝ પ્રોજેકટ્સને ‘રજા ચિઠ્ઠી’ (મંજૂરી પત્ર) આપવામાં આવી છે, જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ આગામી 2027 સુધીમાં તૈયાર થઈ જવાની શક શક્યતા છે.

AMC તરફથી મંજૂર કરાયેલા આ 17 હાઈરાઈઝ પ્રોજેકટ્સમાં 8 રેસિડેન્સી, 8 કોમર્શિયલ અને એક સંયુક્ત (રેસિડેન્સી અને કોમર્શિયલ) બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેકટ્સ ૨૯ માળથી લઈને ૪૧ માળ સુધીના ગગનચુંબી માળખાં ધરાવશે
કુલ યુનિટ્સ: અંદાજે ૫,૦૦૦થી વધુ યુનિટ્સ તૈયાર થશે.
રેસિડેન્સી યુનિટ્સ: ૨,૦૩૦
કોમર્શિયલ યુનિટ્સ: ૨,૩૮૬
મુખ્ય વિસ્તારો: શેલ્લી, આંબલી, છારોડી, ગોતા, બોડકદેવ, સેટેલાઈટ, ઇસ્કોન, થલતેજ, અને સિંધુભવન એસ.જી. હાઇવે આસપાસના વિસ્તારોમાં આ પ્રોજેકટ્સ આકાર લેશે.
સેટેલાઇટ વિસ્તારમાં તો ૫ બેઝમેન્ટ સાથે ૩૮ અને ૨૮ ફ્લોરની બે બિલ્ડિંગો પણ બની રહી છે, જે આ વિસ્તારને વધુ વિકસિત બનાવશે.

પરીક્ષામાં હવે વાતચીત, હાથ-આંખથી કરેલા ‘ઈશારા’ અને ‘હાવભાવ’ પણ ગેરરીતિ ગણાશ! નિયમો

ઓલિમ્પિક અને કોમનવેલ્થની અસર
અમદાવાદ શહેર આગામી ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે અને ૨૦૩૬ ઓલિમ્પિક માટે પણ દાવેદારી નોંધાવવામાં આવી છે. આ ગ્લોબલ ઇવેન્ટ્સને કારણે શહેરના માળખાકીય વિકાસને વેગ મળ્યો છે. ખેલાડીઓ માટે વિલેજ તૈયાર થઈ રહ્યા છે અને ચારેય તરફ રમતગમતના મેદાનો બની રહ્યા છે, જેના પરિણામે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં માંગમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે. ડેવલપર્સ લોકોની પસંદગી અને જરૂરિયાત મુજબના ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ સુવિધાઓવાળા આધુનિક રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેકટ્સનું નિર્માણ કરી રહ્યા છે.

AMCની આવકમાં વધારો
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 100 મીટર અને તેનાથી વધુ ઊંચાઈની આ 17 બિલ્ડિંગોને વર્ષ 2024થી અત્યાર સુધીમાં મંજૂરી આપી દેવાઈ છે. આ તમામ પ્રોજેક્ટ્સ ઓનગોઇંગ છે. FSI આવક: આ ગગનચુંબી બિલ્ડિંગોને મંજૂરી આપવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને FSI (Floor Space Index) પેટે

રૂપિયા 250 કરોડથી વધુની આવક થશે.
અમદાવાદનું ભવિષ્યઆ હાઈરાઈઝ પ્રોજેક્ટ્સ અમદાવાદની આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે. આ વિકાસશીલ વિસ્તારો વધુ વિકસિત અને સમૃદ્ધિના કેન્દ્ર બનશે, જે ૫૪૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમદાવાદને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. આગામી થોડા વર્ષોમાં અમદાવાદનું સ્કાયલાઈન (ગગનચુંબી દ્રશ્ય) સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળશે, જે આધુનિક ભારતની ઝલક રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *