ચીનની રાજધાની બેઇજિંગમાં બનેલું દાક્સિંગ એરપોર્ટ દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ છે. 25 સપ્ટેમ્બરે તેનું ઉદ્ધઘાટન થયું. એરપોર્ટની તસ્વીરો જોઈને સાયન્સના પુસ્તકમાં બનેલી સ્ટાર ફિશ યાદ આવી જશે. તેનું ઉદ્ધઘાટન રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું. ચીનમાં કમ્યુનિસ્ટ શાસનના 70 વર્ષ પુરા થયા બાદ આ તૈયાર કરવામાં આવ્યું. આ એટલું મોટું છે કે તેમાં ફુટબોલના 100 મેદાન આવી શકે છે.
એરપોર્ટમાં ચાર રેલવે બનાવવામાં આવ્યા છે. 100 કરોડ યાત્રી આરામથી યાત્રા કરી શકે છે. સાથે જ દર વર્ષે 40 લાખ ટન કાર્ગો અને અન્ય સામનની લઈ જઈ શકાય છે. આ એરપોર્ટની ડિઝાઈન બ્રિટનના આર્કિટેક જહા હદીદે તૈયાર કરી હતી. પણ 2016માં તેમની મોત થઈ ગઈ હતી.
2015માં આ એરપોર્ટ બનવાનું શરૂ થયું હતું અને હવે તે તૈયાર થયું છે. 8 રનવે બનાવવામાં આવવાના છે અને ચાર તો બનાવી દીધા છે. ચાર રનવે 2040 સુધી તૈયાર થઈ જશે. આ એરપોર્ટની નીચે ટ્રેન અને મેટ્રોની સુવિધા પણ છે. તેના કારણે યાત્રીઓને અંદર જલ્દી પહોંચાડી શકાય છે.
દાક્સિંગ એરપોર્ટ 700,000 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. તેને બનવામાં લગભગ 1,24,000 કરોડ રૂપિયા એટલે કે 120 બિલિયન યુઆન અથવા 17.5 બિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવી છે. આ વર્ષે અહીંથી 10 કરોડ યાત્રી સફર કરશે.
ત્યાં ભારતમાં હાલ પાંચમું સૌથી મોટુ એરપોર્ટ બનવાની વાત થઈ રહી છે. જે ઉત્તર પ્રદેશમાં તૈયાર થશે. ગ્રેટર નોએજાના જેવર એરપોર્ટને દિલ્હીના ઈન્દિરા ગાંધી અંતરરાષ્ટ્રીય એરપોર્ટ કરતા ડબલ મોટુ બનાવવામાં આવશે. 2022-23માં જેવર એરપોર્ટ બનતાની સાથે તે દુનિયાનું પાંચમું સૌથી મોટું એરપોર્ટ બની જશે.