કેરળના કોચી એરપોર્ટ પર સોનાના સ્મગલિંગનો એવો ઉપાય એક વ્યક્તિએ શોધી નાખ્યો હતો, જે જોઇને કસ્ટમના અધિકારીઓ ચોંકી ગયા હતા અને લોકો આશ્ચર્ય વ્યક્ત કરે કે હસે તે જ ખબર નહોતી પડી રહી છે. કસ્ટમના અધિકારીઓએ એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે વિગની અંદર એક કિલો સોનું છૂપાવીને લઈ જઈ રહ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, મલપ્પુરમમાં રહેનારો નૌશાદ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની વાળની સ્ટાઇલ જોઇને કસ્ટમના અધિકારીઓને શક ગયો હતો. ત્યાર બાદ જ્યારે કસ્ટમના અધિકારીઓએ તેની તપાસ કરી તો તેની વિગમાંથી એક કિલો સોનું પોલીસ અને કસ્ટમના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું અને નૌશાદની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નૌશાદ શારજહાંથી પાછો ફરી રહ્યો હતો. સોનાના સ્મગલિંગ કરવા માટે તેણે જે ઉપાય અપનાવ્યો તે આજ સુધી કસ્ટમના અધિકારીઓએ પણ જોયો નહોતો. નૌશાદે પોતાના માથાના વચ્ચેના ભાગને શેવ કરી દીધો હતો અને તે જગ્યાએ 1 કિલો સોનું છૂપાવી દીધું હતું અને વિગ બનાવી દીધી હતી.