વરૂણ પટેલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS લાગૂ કરવા માંગ કરી છે. જો EWS લાગૂ નહીં થાય તો પાટીદારોનું રાજકીય પતન થવાની વાત કરી. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે, દૂરબિનથી જોશો તો પણ રાજકારણમાં પાટીદારો નહીં દેખાય. ત્યારે આ મુદ્દે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
EWS નહીં મળે તો પાટીદાર રાજકારણનો અંત આવશે. વરુણ પટેલના નિવેદનનું અલ્પેશ કથીરિયાએ સમર્થન કર્યું છે. વરુણ પટેલે EWS લાગુ કરવાની માંગ કરી છે. તેઓએ દૂધસાગર ડેરીની ચૂંટણી મામલે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે.
EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે મુદ્દે ભાજપના પાટીદાગ નેતા વરુણ પટેલે મોટી વાત કરી છે. ત્યારે વરુણ પટેલના નિવેદનને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું સમર્થન મળ્યું છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, EWS અનામત મળવું જોઈએ. આ મામલે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ છે. EWS લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે. વહેલી તકે રાજકારણમાં અનામત મળવું જોઈએ.
પાટીદાર અગ્રણી વરુણ પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં કહ્યું છે કે, તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ડેરીના મતદારોના લિસ્ટ પ્રમાણે પાટીદારોના પ્રતિનિધિત્વ ઉપર કાતર ફેરવવામાં આવી છે. આ સહકારી ક્ષેત્રે પાટીદારોનો રાજકીય રકાશ છે. વરુણ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ પહેલાં ઇડબલ્યુએસ લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારોના રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબિન લઈને જોશો તોય ક્યાંય નહીં દેખાય. આવું દેખીતી રીતે રાજકીય અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે.