
અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સની દુકાનોમાં લાગેલી આગ દોઢ કલાક બાદ કાબૂમાં આવી છે. હાલ કૂલિંગ પ્રકિયા ચાલુ છે. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકાનો સુધી પહોંચી ગઈ હતી. 50 જેટલા ફોમ કેરબાનો ઉપયોગ કરી દોઢ કલાકની ભારે જહેમત બાદ આખરે આગને હાલ સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવાઈ છે. હાલ કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. પૂર્વ ઝોન અને ફાયર બ્રિગેડના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર તેમજ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી કોમ્પ્લેક્સમાં કોઈ પણ વ્યક્તિ અંદર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. શ્રી ઓમ સોસાયટી આગળ આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં દુકાનોમાં રખાયેલો જથ્થો ગેરકાયદે હોવાનો સોસાયટીના રહીશોનો આક્ષેપ છે. કોમ્પ્લેક્સમાં ક્યાંય ફાયરસેફટી નહીં અને ઓઇલનો મોટો જથ્થો મૂક્યો હતો. દુકાનમાલિકે દુકાનમાં જ ભોંયરું બનાવી ઓઈલનો સંગ્રહ કર્યો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં લાગેલી આગમાં 18 જેટલી દુકાનોને અસર થઈ છે. બે માળના કોમ્પ્લેક્સમાં બંને માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી. આગ કાબૂમાં લેવા માટે ફોમના કેરબા ફાયર એમ્બ્યુલન્સની ગાડીમાં લાવવામાં આવી રહ્યા છે. 20 જેટલા કેરબાનો અત્યાર સુધી ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આગ બુઝાવવા માટે જે ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બહાર ન નીકળે તેના માટે બાજુની સોસાયટીમાં જે બાંધકામ ચાલી રહ્યું છે તેની માટી કોથળામાં ભરીને લાવવામાં આવી રહી છે અને મૂકવામાં આવે છે જેથી ફોમ બહાર નીકળે નહી. અમદાવાદના પૂર્વ ઝોનની ઓફિસ વિરાટનગર બ્રિજ પાસે જ છે અને માત્ર 100 મીટરના અંતરે ઓફિસ આવેલી છે છતાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા નથી. પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર પોતે ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોવા છતાં પણ હજી ઘટનાસ્થળ પર પહોંચ્યા નથી. નારોલથી નરોડા તરફ જતા કર્યો છે. પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા વિરાટનગર બ્રિજ પર લોકોને ના આવવા માટેની સૂચના આપવામાં આવી છે. તમામ લોકોને બીઆરટીએસ કોરીડોરમાં જવા માટે જાણ કરવામાં આવી છે. નારોલથી નરોડા તરફ જતા વિરાટનગર પાસે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. BRTS ટ્રેકમાં વાહનોને ડાયવર્ઝન અપાયું છે.