નલિયામાં 1 ડિગ્રી પારો ગગડીને લઘુતમ તાપમાન 11 ડિગ્રી, રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ

Spread the love

 

હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો અમુક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો. ગઈકાલે નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જેથી નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. જ્યારે ડીસામાં 1.2 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થયો હતો. ડીસામાં ગઈકાલે 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ 0.3 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈને ગઈકાલે 16.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના મુખ્ય શહેરોના લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. અમદાવાદમાં 0.3°C નો વધારો થતાં તાપમાન 16.8°C પર પહોંચ્યું હતું, જ્યારે વડોદરામાં 0.4°C વધીને 15.8°C અને ભાવનગરમાં 0.2°C વધીને 18°C નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં દીવમાં 0.8°C નો વધારો જોવા મળ્યો અને તાપમાન 16.4°C રહ્યું હતું, જ્યારે સુરતમાં 1°C વધીને 18.6°C લઘુતમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.રાજકોટ માં સૌથી મોટો 1.5°C નો ઘટાડો નોંધાતા તાપમાન 14.3°C પર પહોંચી ગયું હતું. ભુજમાં 1.2°C ઘટીને 14.8°C અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં પણ 1.2°C ઘટીને 15.2°C તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં, દ્વારકામાં 1°C ઘટીને 18.6°C, કંડલામાં 1°C ઘટીને 16.5°C, પોરબંદરમાં 0.8°C ઘટીને 16.4°C અને વેરાવળમાં 0.4°C ઘટીને 18.9°C તાપમાન રહ્યું હતું. માત્ર નલિયામાં 1°C નો વધારો થવા છતાં 11°C સાથે સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યારે ઓખામાં 0.2°C ના ઘટાડા સાથે સૌથી વધુ લઘુતમ તાપમાન 21.3°C નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *