
અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે એક યુવક અને એક વૃદ્ધ સાથે શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. વૃદ્ધને સાયબર ગઠિયાઓએ શેર માર્કેટમાં રોકાણ કરાવી 13.18 લાખ પડાવ્યા છે જ્યારે યુવકને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને 13.75 લાખ પડાવ્યા છે. આમ બંને મામલે સાયબર ક્રાઈમે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના પાલડીમાં રહેતો ધૈર્ય વોરા નામનો 22 વર્ષનો યુવક ખાનગી કંપની કરે છે. ધૈર્યને અજાણ્યા વ્યક્તિઓએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણ કરવાની સલાહ આપવામાં આવી હતી.જે બાદ ધૈર્યને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવી હતી.એપ્લિકેશનમાં ધૈર્યની વિગતો અપલોડ કરાવી હતી.જે બાદ જુદા જુદા એકાઉન્ટમાં પૈસા નાખવા હતા અને મોટો ફાયદો બતાવ્યો હતો.ધીરે ધીરે ધૈર્ય પાસેથી 13.75 લાખ પડાવીને પરત આપ્યા ન્હોતા.આ અંગે ધૈર્યએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સોલામાં રહેતા 68 વર્ષીય મહેન્દ્ર પટેલ PWD માંથી નિવૃત થયા છે.મહેન્દ્રભાઈને અજાણ્યા વ્યક્તિઓએ સંપર્ક કરીને શેર બજારમાં રોકાણ કરવાનું કહી વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા જે બાદ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.એપ્લોલેશ શરૂઆતમાં રોકાણ પર સારો નફો બતાવી સેબી અને રિલાયન્સના નામે બનાવતી દસ્તાવેજો મોકલીને વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ શેર માર્કેટમાં રોકાણના બહાને મહેન્દ્રભાઈ પાસેથી ટુકડે ટુકડે 13.18 લાખ ભરાવ્યા હતા.આ રકમ સામે સારો નફો બતાવ્યો હતો પરંતુ રકમ કે નફો આપ્યો નહતો જેથી મહેન્દ્રભાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.