શ્રી અમિતભાઇ શાહના હસ્તે અ.મ્યુ.કો.માં નવી નિમણૂંક પામેલ 102 સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર એનાયત થશે
*આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ઉજા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી દર્શનાબેન વાધેલા, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન, અમદાવાદ પૂર્વ અને પશ્વિમના સાંસદશ્રીઓ, અમદાવાદ શહેરના સર્વ ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શાસકપક્ષના નેતાશ્રી, દંડકશ્રી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટીસંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે
અમદાવાદ
અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને વેગ મળે તે ઉદ્દેશ સાથે ગાંધીનગર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે 7 ડિસેમ્બર, રવિવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ સાથો-સાથ અ.મ્યુ.કો.માં નવા નિમણૂંક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂંકપત્ર પણ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ 7 ડિસેમ્બર રવિવારના રોજ સવારે અમદાવાદના થલેતજ ખાતે 881 EWS આવાસો- તુલસી રેસીડેન્સીનું નામાભિધાન તેમજ લોકાર્પણ કરશે. ત્યારબાદ સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડનનું લોકાર્પણ, સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ, વસ્ત્રાપુર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર- વસ્ત્રાપુર તળાવ જેને રિડેલવપ કરવામાં આવ્યું છે, તેનું પણ લોકાર્પણ શ્રી અમિતભાઇ શાહ કરશે.આ ઉપરાંત મેમનનગર ખાતે નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ, નવા વાડજ – નટના છાપરા ખાતે રીહેબિલીટેશન કરવામાં આવેલા 350 આવાસોનું લોકાર્પણ તેમજ ગોતા ખાતે મીની સ્પોટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત પણ કરશે. આ સિવાય રાણીપ રેલ્વે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમતપ્રવૃતિ સંકુલ અને ન્યુ રાણીપમાં આવેલા જીન્મેશિયમ અને વાંચનલાયની મુલાકાત પણ લેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 292.27 કરોડનાં ખર્ચે 14 કામોનું લોકાર્પણ થશે. આ સાથે સાથે 2 આવાસોના ડ્રો પણ યોજાશે, જેમાં રૂ. 127.67 કરોડનાં આવાસ સંબંધિત કામોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રૂ. 540.78 કરોડનાં ખાતમુહૂર્ત 13 કામોનાં ખાતમુહૂર્ત પણ થશે. આમ, આ વિસ્તારમાં કુલ મળીને રૂ. 960.72 કરોડના ખર્ચે 29 કામો અને વિકાસ પ્રકલ્પોનો જાહેર જનતાને સમર્પિત થશે.
જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 104.85 કરોડના ખર્ચે 12 કામોનું લોકાર્પણ થશે. જ્યારે રૂ. 441.33 કરોડના ખર્ચે 17 કામોના ખાતમુહૂર્ત પણ થશે. આમ, આ વિસ્તારમાં રૂ. 546.18 કરોડનાં ખર્ચે કુલ 29 જેટલા કામો અને પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે.
આમ, બંને લોકસભા વિસ્તારોને મળીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1506.9 કરોડના ખર્ચે સંભવિત 58 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ પ્રોજેક્ટ્સ થકી આગામી દિવસોમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સુવિધાઓ, ડ્રેનેજ, માર્ગ, પાર્ક તેમજ હરિત વિકાસ સહિતના ક્ષેત્રોમાં વિકાસ જોવા મળશે
*મહત્વના લોકાર્પણની વિગતો :*
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થલતેજ ખાતે ૧૧૯૦ પૈકી ૮૬૧ ઈ.ડબલ્યુ.એસ.આવાસોનું લોકાર્પણ
પશ્વિમ ઝોન વાસણા વોર્ડમાં ૫૦૯ એલ.આઈ.જી. આવાસોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત નટના છાપરા નામે જાહેર થયેલ ઝુંપડપટ્ટીઓનું હયાત સ્થળે જ ૩૫૦ આવાસો નું પુનઃવસન
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફેઝ-૫ ટી પી.૩૭ ફા.પ્લોટ ન.૧૬૬ માં ૪૦૬ ઈ.ડબલ્યુ.એસ.આવાસો
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સુએજ પંપીંગ સ્ટેશન
ગોતા વોર્ડમાં ઓગણજ ખાતે નવું વોટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન
ઉત્તર પશ્વિમ ઝોનનાં ગોતા વોર્ડમાં નવું વોટર ડીસ્ટ્રિબ્યુશન સ્ટેશન
ઉત્તર પ.ઝોનનાં ઘાટલોડીયા વોર્ડમાં વિધાતા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશન.
દ.પ ઝોનમાં સરખેજ વોર્ડમાં શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ
દ.પ.ઝોનમાં સરખેજ વોર્ડમાં TP-3 ઘુમા FP17/1 માં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન
દ.પ.ઝોનમાં સરખેજ વોર્ડમાં આવેલ સ્પીપા સેન્ટરની બાજુમાં કોમ્યુનિટી હૉલ
ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં માનવ મંદિર પાસે નવો ઓપન પાર્ટી પ્લોટ
ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં ઓડા દ્વારા વર્ષ ૨૦૦૩ પહેલા ડેવલપ કરેલ વસ્ત્રાપુર તળાવ નવેસરથી રીનોવેશન તેમજ ડેવલપ કરાયું
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઇમાનદારની ચાલીના નામે જાહેર થયેલ ઝુંપડપટ્ટીઓનું કપાત સ્થળે જ ૮૪ આવાસોનું પુનઃવસન
દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપળજ ગામ ખાતે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન
મધ્યઝોનના જમાલપુર વોર્ડમાં આવેલ દેવડીવાલા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશ ખાતે ઓવરહેડ ટાંકી
લાંભા ખાતે આવેલ સી એન્ડ ડી વેસ્ટ કલેક્શન સેન્ટરનું નવીનીકરણ
ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં ટી.પી.-૧૨૧, ફા. પ્લોટ નં – ૧૪૧ માં નવું અર્બન હેલ્થ સેન્ટર
*આવાસોના ડ્રો અંગેની વિગતો :*
મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલ એલ.આઇ.જી. ફેઝ-૧ ના રૂ. ૪૫.૧૨ કરોડના ખર્ચે બનાવેલ ખાલી રહેલ ૪૬૫ આવાસોનો ડ્રો
પ્રધાનમંત્રી આવાસ યોજનાના એફોર્ડેબલ હાઉસીંગ પાર્ટનરશીપ ઘટક હેઠળ નિર્માણ પામેલ ઇ.ડબલ્યુ.એસ.કેટેગરી -૧ ના ફેઝ-૪,૫,૬,૭,૧૧ ના રૂ. ૮૨.૫૫ કરોડના ખર્ચે બનાવેલ ખાલી રહેલ ૧૫૭૭ આવાસોનો ડ્રો
મહત્વના ખાતમુહૂર્તની વિગતો:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારમાં કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અંર્તગત સ્ટેટ વોટર એક્શન પ્લાન -૩ (SWAP-3) અન્વયે મંજુર થયેલ કામો પૈકી ફતેહવાડી વિસ્તારમાં ટર્મિનલ સુએઝ પમ્પિંગ સ્ટેશન (TSPS) અને ૧૫૦ એમ.એલ.ડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) બનાવી ૧૦ વર્ષના O & M સહિતની આનુસાંગીક કામગીરી કરવાના કામનું ખાતમુર્હૂત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્યઝોનનાં શાહીબાગ વોર્ડમાં મહાપ્રજ્ઞાજી બ્રીજ થી રાજસ્થાન હોસ્પીટલ થઇ ઘેવર સર્કલ, રક્ષાશક્તિ સર્કલ થી ડફનાળા સુધીના હયાત રોડને સ્ટ્રીટ ફર્નીચર સાથે આઇકોનીક રોડ તરીકે ડેવલપ કરવાનાં કામનું ખાતમુર્હૂત
ઉત્તર પશ્ચિમ ઝોનમાં છારોડી ત્રાગડ ખાતે ૪૨૦ એલ.આઇ.જી. આવાસો બનાવવાનું કામનું ખાતમુર્હૂત
ઉત્તર પશ્વિમ ઝોનના ગોતા વોર્ડમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ખાતમુર્હૂત
ઉ.પ.ઝોન ગોતા વોર્ડમાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાના કામનું ખાતમુર્હૂત
થલતેજ વોર્ડમાં સીધુભવન ખાતે નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું કામનું ખાતમુર્હૂત
ચાદલોડીયા વોર્ડમાં વંદેમાતરમ વિસ્તારમાં સ્વીમીંગપુલ બનાવવાના કામનું ખાતમુર્હૂત
દક્ષિણ પશ્વિમ ઝોનના જોધપૂર વોર્ડમાં આવેલ સારાભાઈ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું કામનું ખાતમુર્હૂત
પશ્ચિમઝોનના નવાવાડજ વોર્ડમાં આવેલ નિર્ણયનગર અંડરપાસ ઉપર રામાપીર મંદિર તરફથી નિર્ણયનગર પેટ્રોલ પંપ સામે વન-વે લાઈટ મોટર વ્હીકલ બ્રિજ બનાવવાના કામનું ખાતમુર્હૂત
પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડમાં ન્યુ રાણીપ વિસ્તારમાં સરસ્વતીનગર આંગણવાડીની પાસે પ્લોટમાં સ્કુલ બનાવવાના કામનું ખાતમુર્હૂત
પશ્વિમ ઝોનના રાણીપ વોર્ડમાં ન્યુ રાણીપ વિસ્તારમાં પ્રમુખ બંગ્લોઝ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં તળાવ ડેવલોપ કરવાના કામનું ખાતમુર્હૂત
પશ્વિમઝોન ચાંદખેડા વોર્ડમાં ત્રાગડ રોડ પર આવેલ પ્લોટ માં પાર્ટી પ્લોટ બનાવવાના કામનું ખાતમુર્હૂત
અમદાવાદ શહેરનાં દક્ષિણ પશ્વિમ ઝોનમાં સરખેજ વોર્ડમા આવેલ નેશનલ હાઈવે ન.૪૭ થી સરખેજ ગામમા આવેલ દત મંદિર સુધી દત કોરીડોર તરીકે ડેવલ્પ કરવાનાં કામનું ખાતમુર્હૂત
દક્ષિણ પશ્ચિમઝોનમાં જોધપુર વોર્ડમાં એસ્ટેટ વિભાગ દ્વારા ફાળવવામાં પ્લોટમાં જેન્ડર બજેટ અંતર્ગત જીમ્નેશીયમ (ચોક્કસ નિયત સમય મહિલા માટે આરક્ષીત કરી બાકીનો સમય જનરલ વપરાશ માટે) બનાવવાનુ કામનું ખાતમુર્હૂત
અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં પીરાણા પીપળજ રોડને જોડતા 160 ના નવા 36 મીટરના ટીપી રોડ ઉપર આવેલ નાળુ ઉપર નવો ફોરલેન માઇનોર બ્રિજ બનાવવાના કામનું ખાતમુર્હૂત
પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં એલિસ બ્રિજ ખાતે ભવન અર્બન હાઉસ બનાવવાના કામનું ખાતમુર્હૂત
પશ્વિમઝોન ચાંદખેડા વોર્ડમાં શાળા અને પ્લે-ગ્રાઉન્ડ બનાવવાના કામનું ખાતમુર્હૂત
પૂર્વ ઝોનનાં રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલ વસ્ત્રાલ આર.ટી.ઓ. વોટર ડીસ્ટીબ્યુશન સ્ટેશન વિસ્તૃતિકરણના કામનું ખાતમુર્હૂત
ઉત્તરઝોન નરોડા વોર્ડમાં નરોડા હંસપુરા મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કામનું ખાતમુર્હૂત
દાણીલીમડાવોર્ડમાં આવેલ બહેરામપુરા રેફરલ હોસ્પીટલ જમીન દોસ્ત કરી નવુ અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામનું ખાતમુર્હૂત
ઉત્તર ઝોનનાં બાપુનગર વોર્ડમાં આવેલ બાપુનગર (જુનું) વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં નવી ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાના કામનું ખાતમુર્હૂત
દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં નારોલ (રંગોલીનગર) વિસ્તારમાં નારોલ (રંગોલીનગર) અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના કામનું ખાતમુર્હૂત
ઉત્તરઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં એસ્ટેટ ખાતા ધ્વારા ફાળવેલ પ્લોટમા હોજવાળી ચાલીની સામે ઓમ રેસીડન્સીની પાછળ આવેલ પ્લોટમા યુસીડી વિભાગનુ અલાયદુ અઓફીસ બિલ્ડીંગ સહ રચનાત્મક પ્રવ્રુત્તિ માટેનુ બિલ્ડીંગ બનાવવાના કામનું ખાતમુર્હૂત
મધ્ય ઝોન દરીયાપુર વોર્ડના જોર્ડન રોડ પર આવેલ પાર્વતીબેન હોસ્પીટલના રીનોવેશન કરવાના કામનું ખાતમુર્હૂત
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં માણેકબાગ ચાર રસ્તા થી જીવરાજ મહેતા હોસ્પીટલ થઇ ધરણીધર થી અંજલી ચાર રસ્તા સુધી ૧૮૦૦mm ડાયાની માઇક્રો ટનલીંગ પધ્ધતિ થી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાના કામનું ખાતમુર્હૂત
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં અંજલી ચાર રસ્તા થી આંબેડકર બ્રીજ થઇ વાસણા બેરેજ ડાઉન સ્ટ્રીમ સુધી ૧૮૦૦mm ડાયાની માઇક્રો ટનલીંગ પધ્ધતિ થી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવાના કામનું ખાતમુર્હૂત
દક્ષિણ ઝોન વટવા વોર્ડમા વટવા ગામમા આવેલ પાણીની ટાંકી તથા પે એન્ડ યુઝ ની વચ્ચે આવેલ પ્લોટ મા નવુ કડીયાનાકા બનાવવાના કામનું ખાતમુર્હૂત
પૂર્વઝોનમાં ભાઈપુરા વોર્ડમાં એ.એમ.ટી.એસ ડેપો ના પ્લોટ માં (૧) ભાગ્કાયોદય નગર (૨)આશાદીપ નગર (૩) જયરામ મદ્મરાસી ની ચાલી (૪) નહેરૂ નગર ના છાપરા માં કુલ ૦૪ નંગ આંગણવાડી બનાવવાનું કામનું ખાતમુર્હૂત
પૂર્વઝોનમાં ભાઈપુરા વોર્ડમાં જોગેશ્નંવરી રોડ પર આવેલ અમરાઈવાડી શાળા નંબર-૧૩-૧૪ માં આવેલ કૈલાશ ધામ ની આંગણવાડી તોડીને નવી ૦૧ આંગણવાડી બનાવવાનું કામનું ખાતમુર્હૂત
સરદાર પટેલ ભવન “એ” બ્લોક હેરીટેજ બિલ્ડીગનુ રીસ્ટોરેશન કરવાના તેમજ પ્રદશન / હેરીટેજ ગેલેરી બનાવવાના કામનું ખાતમુર્હૂત
