આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત ‘Gen-Z થીમ’ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Spread the love

ભારતીય ડાક વિભાગે યુવાપેઢી એટલે Gen-Z સાથે જોડાવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત ‘Gen-Z થીમ’ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્તરે 15 ડિસેમ્બર સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલી 46 પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવશે. ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. IIT ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને યુવા પેઢી Gen-Z સાથે જોડીને તેને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને ટેક્નોલોજી-સક્ષમ સ્થળો તરીકે પરિવર્તિત કરવાનો છે.
ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર અને IIT ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા આ પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને IIT ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂ પણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આ પોસ્ટ ઓફિસને ખાસ કરીને યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને ટેક્નોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણપણે Gen-Z સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે.
સૌથી અગત્યની વાત એ છે કે, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા આ પોસ્ટ ઓફિસને નવી ઓળખ આપવામાં આવી છે, તેમના વિચારો ભીંતચિત્રો અને આંતરિક ડિઝાઇનમાં જોવા મળે છે. આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ પહેલની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓનો લાભ લેશે. IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ રચેલું “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્ર સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર અને પક્ષીઓની સમૃદ્ધ વિવિધતાને ઉજાગર કરે છે, જે આ પોસ્ટ ઓફિસના આકર્ષણમાં વધારો કરે છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે આ નવીનીકૃત IIT પોસ્ટ ઓફિસમાં Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટ, પાર્સલ પેકેજિંગ, ફિલેટેલી અને ડાક જીવન વીમા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં વિશેષ છૂટ પણ આપવામાં આવી છે. આ પરિવર્તન યુવાઓના સશક્તિકરણ અને જનસેવાના આધુનિકીકરણનું એક ઉત્કૃષ્ટ પ્રતીક બની ગયું છે. આ પ્રસંગે IIT વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને Gen-Z થીમ આધારિત ડિઝાઇનમાં તેમના યોગદાન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ડાક વિભાગ અને IIT ગાંધીનગરના અનેક અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1766માં ભારતમાં પ્રથમ વખત ટપાલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, વોરન હેસ્ટિંગ્સે વર્ષ 1774માં કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી. ભારતમાં, પત્રો પરની ટપાલ ટિકિટો પ્રથમ વખત 1852માં શરૂ થઈ અને 1 ઓક્ટોબર 1854ના રોજ રાણી વિક્ટોરિયાના ચિત્ર સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં 1874 યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે.1997થી 2012ની વચ્ચે જન્મેલી પેઢી, જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સાથે મોટી થઈ. તેને આળસુ અને મૂંઝવણભરી માનવામાં આવી અને જેનું ફોકસ 8 સેકન્ડથી વધુ ટકતું નથી. એ જ Gen-Zએ 4 વર્ષમાં 3 દેશની સરકારો ઊથલાવી દીધી. તાજેતરનો કિસ્સો નેપાળનો છે, જ્યાં Gen-Zએ માત્ર ક્રાંતિ જ નહીં, પણ વિશ્વમાં પહેલીવાર સોશિયલ મીડિયા પર પોતાના PMને ચૂંટ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *