
અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. કામ દરમિયાન દાખવવામાં આવી રહેલી બેદરકારીને પરિણામે રોડ પર નવીનિકરણ દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બની રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરીનું મોનિટરીંગ નહીં થતાં નવા રસ્તા પર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. બાલાપીર ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે માર્ગ અને મકાન વિભાગે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. ઓવરબ્રિજ સહિતના કામ માટે રૂ.112 કરોડનો ખર્ચ થશે. હાલ હાઇવે પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. કામ માટે ધાર્મિક સહિતના સેંકડો દબાણો તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ કામગીરી ઘણી ધીમી ચાલી રહી છે. બ્રિજની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવાનું આયોજન થયું છે. દબાણો હટાવ્યા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ નવા બનેલા રોડ પર કાંકરી મોટા પ્રમાણમાં ઉખડી ગઇ છે. જે હટાવવામાં નહીં આવતાં અકસ્માતના બનાવ બની રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરીનું મોનિટરીંગ નહીં થતાં નવા રસ્તા પર પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. બાલાપીર ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે માર્ગ અને મકાન વિભાગે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. હાલ હાઇવે પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેને ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. કામ માટે ધાર્મિક સહિતના સેંકડો દબાણો તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ કામગીરી ઘણી ધીમી ચાલી રહી છે.પરંતુ કામગીરી ઘણી ધીમી અને બ્રિજની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવાનું આયોજન થયું આ સાથે ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બની રહ્યા છે.