- મંત્રી મંડળના વિસ્તરણના દોઢ મહિના બાદ મંત્રીઓને મળ્યા અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશ
- રાજય સરકારના મંત્રી મંડળના વિસ્તરણના દોઢ મહિના બાદ નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજયકક્ષાના મંત્રીઓને અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશ મળ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓને પીએ તથા પીએસની ફાળવણી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અંગત સચિવ તરીકે અધિક કલેકટર એન.એ.રાજપુત, અધિક અંગત સચિવ તરીકે વેદાંત જોશી, અંગત મદદનીશ તરીકે કુંજન પટેલ અને મૌલીક દેસાઈની નિયુકતી કરવામાં આવી છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અંગત સચિવ તરીકે એમ.સી. શાહ, અધિક અંગત સચિવ તરીકે મોતીભાઈ રબારી અને અંગત મદદનીશ તરીકે અપૂર્વ જોશીની, મંત્રી જીતુભાઈ વાઘાણીના અંગત સચિવ તરીકે હિરેન ઠાકર, અધિક અંગત સચિવ તરીકે હર્ષિત પટેલ અને અંગત મદદનીશ તરીકે રવિરાજસિંહ ઝાલા, મંત્રી ઋષીકેશ પટેલના અંગત સચિવ તરીકે કૌશિક ત્રિવેદી, અધિક અંગત સચિવ તરીકે કૃતિ નાયક અને અંગત મદદનીશ તરીકે દિપેશ રાજ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અંગત સચિવ તરીકે જે.બી. વદર, અધિક અંગત તરીકે આશિષ મિત્રા અને અંગત મદદનીશ તરીકે રાકેશ પરમારની નિયુકતી કરાય છે.
મંત્રી નરેશભાઈ પટેલના અંગત સચિવ તરીકે બી.બી. માંડિયા, અધિક અંગત સચિવ તરીકે ચિંતન ચૌધરી અને અંગત મદદનીશ તરીકે અપૂર્વ પટેલની નિયુકતી કરાય છે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અંગત સચિવ તરીકે હરેન્દ્રસિંહ પરમાર, અધિક અંગત સચિવ તરીકે પરેશ ખોખર અને અંગત મદદનીશ મિલન સોલંકીની નિયુકત કરાય છે. મંત્રી ડો. પ્રધુમન વાજાના અંગત સચિવ તરીકે વી.સી. બોડાણા, અને અંગત મદદનીશ તરીકે અંકુર ઉપાધ્યાય જયારે મંત્રી રમણભાઈ સોલંકીના અંગત સચિવ તરીકે આઈ.એચ. પંચાલ અધિક અંગત સચિવ પદે નિયત પટેલ જયારે અંગત મદદનીશ તરીકે હેતલ માવદીયાની નિયુકતી કરાય છે.
આ ઉપરાંત રાજયકક્ષાના મંત્રીઓ ઈશ્ર્વરસિંહ પટેલના અંગત સચિવ તરીકે ચેતન ગણાત્રા અને અંગત મદદનીશ તરીકે કમલેશ ચાવડાની મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અંગત મદદનીશ તરીકે કમલેશ ચાવહાની મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અંગત મદદનીશ તરીકે પલક મડિયાની મંત્રી ડો. મનીષા વકીલના અંગત સચિવ તરીકે જે.એમ. વેગડ અને અંગત મદદનીશ તરીકે હરેશ ધુળીયા, મંત્રી પરસોતમભાઈ સોલંકીના અંગત સચિવ તરીકે જે.એમ. વેગડા અને અંગત મદદનીશ પદે રાજેન્દ્ર સોઢા, મંત્રી કાંતીભાઈઅમૃતીયાના પી.એસ.તરીકે રૂતુરાજ જાદવ અને પીએ તરીકે નિખિલ કુબાજી, મંત્રી રમેશભાઈ કટારાના પીએસ તરીકે ભરત પટેલ અને પી.એ.તરીકે ભરત જોશીની, મંત્રી દર્શનાબેન વાઘેલાના પીએસ તરીકે એન.આર. ધાંધલ, અને પીએ તરીકે સચિવ કડિયાની, મંત્રી કૌશિક વેકરીયાના અંગત સચિવ તરીકે નૈમેશ પટેલ અને અંગત મદદનીશ તરીકે કૃણાલહિંગુ, મંત્રી પ્રવિણભાઈ માળીના અંગત સચિવ તરીકે એસ.ડી.ગીબવા અને અંગત મદદનીશ તરીકે કશ્યપ રોય, મંત્રી ડો.જયરાજ ગામીતના પીએસ તરીકે બી.એન.ખેર અને પીએ તરીકે નિલેશ ડામોર, મંત્રી ત્રિકમભાઈ છાંગાના પીએસ તરીકે કલ્પેશ ભટ્ટ જયારે પીએસ તરીકે રજનીકાંત પ્રજાપતિ, મંત્રી કમલેશભાઈ પટેલના પીએસ તરીકે કે.જી. ચૌધરી અને પીએ તરીકે જીતેન્દ્રસિંહ ઝાલા, મંત્રી સંજયસિંહ મહિડાના પીએસ તરીકે વી.કે.જોશી અને પીએ તરીકે પ્રકાશ મોદી, મંત્રી પુનમચંદ બરંડાના અંગત સચિવ તરીકે એ.એમ.કણસાગરા તથા અંગત મદદનીશ તરીકે સાગર પલસાણા સ્વરૂપજી ઠાકોરના પીએસ તરીકે રોહિત અધારા અને પીએ તરીકે ગોપાલ માંગુકિયાની જયારે મંત્રક્ષ શ્રીમતી રિવાબા જાડેજાના અંગત સચિવ તરીકે રીટાબેન જે. પટેલ અને અંગત મદદનીશ તરીકે તુષાર મહેતાની નિયુકતી કરવામાં આવી છે.