
ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ દારૂનો બેફામ વેપલા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગૃહ વિભાગ બુટલેગર, ડ્રગ્સ પેડલર, સ્પાના નામે ચાલતા કુટણખાનાને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ અને વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણી અને સમગ્ર કોંગ્રેસ ટીમએ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં તાલુકાઓ –જીલ્લામાં ચાલતા દારૂ-જુગાર-ડ્રગ્સના બેરોકટોક વેપલા સામે ‘નશા મુક્ત ગુજરાત અભિયાન’ અસરકારક રીતે શરુ કર્યું છે. જેને સમગ્ર ગુજરાતમાંથી જનતાનો ખાસ કરીને મહિલાઓનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ‘Say No to Drugs’ અભિયાન અંતર્ગત ૯૯૦૯૦૮૯૩૬૫ વોટ્સ એપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આ વોટ્સ એપ નંબર પર ગુજરાતના નાગરિકોએ મોટા પ્રમાણમાં વિગતો મોકલી રહ્યા છે. કોંગ્રેસ પક્ષનાં દારૂ-ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં જનતા પણ જોડાઈ, કોંગ્રસના હેલ્પલાઇન નંબર પર બનાસકાંઠાનાં પાલનપુરમાં ચાલતા ધમધમતા ડ્રગ-દારૂનાં અડ્ડાઓની લોકોએ વિગતો આપી. એક સમાન્ય નાગરિકને દેશી, ઈગ્લીશ, જુગાર અને ફૂટણ ખાનાની વિગતો મળતી હોય તો પોલીસ કેમ મળતા નથી? લોકોમાં ગુસ્સા- આક્રોશ છે. કોંગ્રેસ પક્ષ અપીલ કરે છે રાજ્યમાં જ્યાં પણ દારૂ-જુગાર-ડ્રગ્સનાં વેપલા ચાલતા હોય તેની વિગતો વોટ્સએપ નંબર ૯૯૦૯૦૮૯૩૬૫ પર મોકલી આપો જેથી ‘ નશા મુક્ત ગુજરાતની લડતને મજબુત બનાવી શકાય.
બોલીવુડની બી ગ્રેડ ફિલ્મોના ડાયલોગ ‘ચમરબંધીને છોડવામાં નહિ આવે’, ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને અડધી રાત્રે ફોન કરજો’ જેવા ડાયલોગથી બુટલેગર, ડ્રગ્સ પેડલર, કુટણખાન ચલાવનારને રત્તી માત્ર પણ ફરક પડતો નથી.તેના માટે કાયદાની કડક અમલવારી માટે ઈચ્છા શક્તિ-નીતિ જોઈએ. બુટલેગરો સોસીયલ મીડિયામાં ખુલ્લી જાહેરાતો કરી રહ્યા છે કે ‘ગમતો દારૂ આપને મળી રહેશે, અમારું લોકલ પોલીસ અધિકારીઓ સાથે સાઠગાંઠ છે’ આ જ દર્શાવે છે કે રાજ્યમાં બુટલેગરો કેટલા બેફામ બન્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રી બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાના છે. ત્યારે કોંગ્રેસ પક્ષને તેના વોટ્સએપ નંબર અને અન્ય રીતે જનતાએ આપેલ માહિતી આપને જાહેર માધ્યમથી સોંપી રહ્યા છીએ. શું રાજ્યના મુખ્યમંત્રીશ્રી આ યાદીની ચકાસણી કરાવીને અસામાજિક તત્વો અને દારૂ-જુગાર-ડ્રગ્સનાં જેવા નશાના કારોબાર પર ક્યારે પગલા લેશે? કેમ માનનીય મુખ્યમંત્રીશ્રી દારૂ-જુગાર-ડ્રગ્સનાં વેપલા અંગે એક હરફ પણ બોલતા નથી
કોંગ્રસના હેલ્પલાઇન નંબર પર બનાસકાંઠાનાં પાલનપુરમાં ધમધમતા ડ્રગ્સ-દારૂનાં વેચાણ વિગતો લોકોએ આપી.
(૧) કીર્તિ સ્તંભ – મિથુન દાદા
(૨) ખારા વાસ – અઝહર ભાઈ
(૩) ગલબા ભાઈ પુતળા પાસે- વિક્કી માળી
(૪) વીરબાઈ ગેટ
(૫) એરોમા સર્કલ – ગુડ્ડુ સિંહા
(૬) માન સરોવર ફાટક નીચે – છલિયો સલાર તેમજ એનો ભાઈ
(૭) અમીર રોડ ચાર રસ્તા – અરવિંદ ભંગી
(૮) સાત સંચા – ઈર્ષાદ
(૯) બાદરપુરા – અકરમ
જુગાર :
(૧) રેલવે સ્ટેશન – કીર્તિ માળી
(૨) એરોમા સર્કલ પાસે – રિઝવાન દાદા
(૩) ઢૂંઢિયાવાડી પોલીસ ચોકી પાસે – ભરત ભાઈ
(૪) મફતપુરા – ધીરિયો અને રમેશ
ઈંગ્લિશ દારૂના અડ્ડા :
(૧) રવિ માળી (૨) ચકો ઠાકોર
(૩) શૈલેષ મોચી (૪) છલિયો સલાટ
(૫) બબલુ ઠાકોર (૬) દીપક ઠાકોર
(૭) ખત્રી (૮) અન્ય ૧૨ જેટલા લોકો હોમ-ડિલીવરી કરવા જાય છે…..
દેશી દારૂના અડ્ડા નીચેના સ્થળો પર ચાલે છે :
(૧) દિલ્લી ગેટ (૨) અમીર રોડ (૩) ગોબરી રોડ (૪) ભીલ વાસ (૫) શક્તિનગર (૬) માન સરોવર (૭) રેલવે સ્ટેશન, મસ્જિદ પાસે (૮) અશોક સોસાયટી (૯) જનતા નગર (૧૦) ઢૂંઢિયાવાડી (૧૧) મફતપુરા (૧૨) જનતા નગર(૧૩) ચામુંડા વાસ