
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ જણાવ્યું કે મ્યુ.હદમાં વધારો થતાં હાલ ૪૮૮ ચો. કિ.મી થયો છે પરંતુ નવાઈ જનક બાબત એ છે કે. બ્રીજ પ્રોજેકટ ના વર્ષો જુના એસ્ટ્રાબ્લીશમેન્ટ શીડયુલ મુજબ ટેકનીકલ સ્ટાફની હાલ વિવિધ કેડરની કુલ ૩૮ જગ્યાઓ છે તેમાં ૨૧ જગ્યા તો ખાલી છે માત્ર ૧૭ જગ્યાઓ ભરેલી છે ત્યારે બ્રીજ પ્રોજેકટના હાલમાં ચાલતા રૂા. ૧૧૫૩.૦૦ કરોડના ૧૩ જેટલા મહત્વના વિવિધ કામો પર દેખરેખ કેવી રીતે રાખી શકાય તે વિચારણા માંગી લે તેવી બાબત છે.બ્રીજના કામો વધતા ગયાં, વિસ્તાર વધતો ગયો, ત્યારે ૫૫% જગ્યાઓ ખાલી છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જેને કારણે કામની ગુણવત્તા જળવાય છે કેમ? પહેલાં મ્યુ.કોર્પોના બ્રીજ વિભાગના શીડયુલમાં બ્રીજ ઈન્સ્પેકટરની જગ્યા હતી તે જગ્યા કાયમ માટે બંધ કરી દેવામાં આવી બ્રીજ ઈન્સ્પેકટર શહેરના વિબિધ તમામ બ્રીજોની મુલાકાત લઈ નાના મોટા સમારકામ કરવા બાબતે કામગીરી કરતાં હતાં જેથી હયાત બ્રીજોની દેખારેખ રાખવા માટે હાલ કોઈ સ્ટાફ નથી. પ્રજાની સલામતી જળવાય અને પ્રજાને બિનજરૂરી મુશ્કેલી ના પડે તેને પ્રાધાન્ય આપી બ્રીજ વિભાગની વિવિધ ખાલી જગ્યાઓ ભરવા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.