GJ-૧૮ ખાતે તોઉ’તે નામનું વાવાઝોડું જાેઈએ એવું ત્રાકયું નથી પણ ગામમાં જ્યાં પોલંપોલ હતી ટેટાની અને કોન્ટ્રાક્ટરો ની બહાર આવી ગઈ છે પ્રજાના પૈસાનું પાણી ક્યારે ક્યારે બોલાવશો રૂપાણી હા માટે હંમેશા ચાર હાથે ગ્રાન્ટો કરોડોની આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વખતે એવું કહેવાતું હતું કે દિલ્હી થી સો રૂપિયાની નોટ ગુજરાતમાં આવતા દસ રૂપિયાની થઈ જતી હતી ત્યારે ભારતના પીએમ દ્વારા દિલ્હીથી પુરેપુરા નાણાં ગુજરાતની મળી રહ્યા છે અને સ્વર્ણિમ સંકુલ થી રૂપાણી તથા નીતિન કાકા બે હાથે નહિ પણ ચાર હાથે ગ્રાન્ટો મહાનગરપાલિકા અને વિકાસ માટે આપી રહ્યા છે ત્યારે દિલ્હીથી આવતી સો રૂપિયાની નોટ ૧૦ રૂપિયા થઈ જતી હતી અને પણ એક હજાર કિલોમીટર દૂરથી ત્યારે સ્વર્ણિમ સંકુલ ફક્ત પાંચ કિલોમીટર થી આવતાં કરોડોની ગ્રાન્ટ સપા સટ સો રૂપિયાની નોટ ૨૦ રૂપિયામાં બની જાય છે આલે લે ત્યારે પ્રજાના પૈસાનું પાણી હવે પ્રજા પણ ટેક્સ ભરી ભરીને બેવડાઈ ગઈ છે ત્યારે હવે બંબા અંડરપાસ માં જે કરોડ રૂપિયા મંજૂર કરેલા છે અને મોટી ખાયકીઓ થયેલી છે તે બહાર આવવી જરૂરી છે
GJ-૧૮ મનપા દ્વારા સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડો રૂપિયાના પ્રોજેકટો ચાલી રહયા છે ખાસ કરીને ચૂંટણીની આચારસંહિતા જાહેર થવાના કલાકો પહેલાં નાગરિકો માટે ખુલ્લો મૂકાયેલો અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હોય તેવા દૃશ્ય જાેવા મળ્યા છે. અંડરપાસની આ હાલત માટે પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી થતાં પહેલાં અંડરપાસનું લોકાર્પણ કરવાનો ર્નિણય જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આ સાથે સ્માર્ટ સિટીના આયોજન હેઠળ બની રહેલા સ્માર્ટ પાર્કિંગ અને ફૂટપાથમાં પણ માટી બેસી જવાની ઘટનાઓ બની હતી. મંગળવારે તાઉતે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે ગાંધીનગરમાં સ્માર્ટ સિટી હેઠળ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા. જેમાંથી રૂ.૧૬ કરોડના સ્માર્ટ પાર્કિંગ અને રૂ.૩૫ કરોડના અંડરપાસની સુવિધાએ જ દુવિધા ઊભી કરી હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. સંબંધિત એજન્સીઓએ આચરેલા ભ્રષ્ટાચાર સામે સ્માર્ટ સિટીના સત્તાધિશોએ આંખમિંચામણાં કર્યા હોવાના અહેવાલો બાદ તંત્ર દ્વારા સત્તાવાર હકીકત લક્ષી અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલના પગલે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં ગંભીર બેદરકારીઓ બહાર આવી છે.
ઘ-૪ અને ગ-૪ જંક્શન પર અંડરપાસ બનાવવા માટે ૩૦-૦૯-૧૯ના રોજ ૨૪ માસની સમયમર્યાદાથી કામગીરી સોંપવામાં આવી હતી અને લોકોને અગવડ ના પડે તે માટે ઘ-૪ અંડરપાસની અંદરની કામગીરી પૂર્ણ થતાં તેને ચાલુ કરવામાં આવ્યો હતો. આ સાથે અંડરપાસ બાજુના સર્વિસ રોડ પર રસ્તા તથા વરસાદી પાણીના નિકાલ માટે સમ્પવેલની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જાે કે કોવિડનો બીજાે વેવ શરૂ થતાં હોળી પહેલાં મજૂરોનું મોટા પ્રમાણમાં સ્થળાંતર થયુ હતું અને રોડની પ્રગતિની કામગીરી થઈ શકી ન હતી. ૧૮મેના રોજ વાવાઝોડાના વરસાદ વખતે પાટનગર યોજના ભવનની આજુબાજુના વિસ્તારનું તમામ પાણી કાચા સર્વિસ રોડ પર ભેગું થયું હતું અને આ માટીયુક્ત પાણી અંડરપાસની ઊભી દીવાલોમાં વ્હિપહોલમાંથી અંડરપાસમાં ભેગુ થયું હતું. સમ્પવેલની કામગીરી પૂર્ણ ન થઈ હોવાથી હંગામી ધોરણે પાણી ખેંચવા માટે પમ્પ મૂકાયા હતા, પરંતુ અંડરપાસમાં એક ફૂટ જેટલું પાણી ભેગું થઈ ગયા હતા અને તેને થોડો સમય માટે બંધ રાખવો પડ્યો હતો. રૂ.૧૬ કરોડના સ્માર્ટ પાર્કિંગ બાબતે પણ સ્માર્ટ સિટી તરફથી સત્તાવાર ખુલાસો કરાયો છે કે, સે-૨૧માં સ્માર્ટ પાર્કિંગની કામગીરી કાર્યરત છે. આ પાર્કિંગ બની ગયા પછી તેમાં પાણીનો ભરાવો ન થાય તે હેતુથી ગટરલાઈન અને સ્ટ્રોમવોટર લાઈન નાખવામાં આવે છે. આ લાઈન નાખવાનું કામ પ્રગતિમાં હોવાથી અતિભરે વરસાદના કારણે ખાડાની માટીમાં વાહનોના ટાયર ફસાઈ જવાની એકલ-દોકલ ઘટના બની હતી. આમ, સ્માર્ટ પાર્કિંગની કામગીરી શરૂ થયા બાદ ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની કામગીરી શરૂ થઈ હતી. આમ, એક સાથે ત્રણ કામગીરીઓ ચાલતી હોવાના કારણે પાટનગરના કમર્શિયલ હબ ગણાતા સે-૨૧ની દુર્દશા થઈ હતી.