ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા જે કાર્યો થતા હોય તે સોશિયલ મીડિયા દ્વારા જણાવતા હોય છે અને મહાસંઘનું સોશિયલ મીડિયા ખૂબ જ મોટું હોવાથી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો મેમ્બર છે અને આ ગ્રુપમાં મહિલાઓ પણ છે ત્યારે ગૃપના કોઈ મેમ્બરે જવાની આવી ગઈ હોય અને ‘અભી મેં જવાનો હું’ તેમ યાદ આવી જાય એટલે પપા, પપ્પી બકી ઓ કરતા ફોટા એક મેમ્બરે વાયરલ કરતાં આખા ગાંધીનગરમાં આ ચર્ચાએ જાેર પકડયું હતું. ત્યારે એડમીન ને વોટ્સએપમાં વોર્નિંગ આપવી પડી કે આ ફોટો જેણે મુક્યો છે, તે ડીલેટ કરો, પણ મૂકનાર ને તેનામાં ડીલીટ કરતા આવડતું હતું, પણ ગ્રુપમાં મૂકેલું ડીલીટ કરતા પૂછપરછ કરવી પડી હતી, કેવી રીતે કરવું, ત્યાં ૧ કલાકમાં મોડું થઈ જતા આ બીભત્સ બકીઓ ફોટો વધારે વાયરલ થઇ ગયા હતા.બીભત્સ ફોટાથી આજે મહાસંઘ દ્વારા સેક્ટર ૩૦ ના સ્મશાન માં યોજાયેલ કાર્યક્રમમાં પણ આ ચર્ચા થઈ હતી ત્યારે ઘણાને પાછા ગલગલીયા પણ થયા હતા, પણ કે કોને? એક સભ્ય તો કોમેન્ટમાં જણાવ્યું કે, આવું પપા, પપ્પી બાકીનું ગ્રુપ નવું બનાવી જેમને રસ હોય તે જાેડાય, પણ મહાસંઘ માં આવા બીભત્સ ફોટા નાખ્યો તે યોગ્ય નથી, ત્યારે આ ગ્રુપમાં મહિલાઓ પણ સામેલ હોવાથી મહિલાઓમાં પણ નારાજગી જાેવા મળી હતી.