પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ ના આંતરિક વર્તુળોમાં થતી ચર્ચાઓ મુજબની વિગતોમાં જી.એમ.સી.એલ દ્વારા એપોલો માં દાખલ દર્દીઓને વાયા સિવિલ હોસ્પીટલ મારફત વિના મૂલ્યે ઇંજેક્શન આપવાનું કૌંભાડ ખૂલવા પામ્યું છે. છેલ્લા થોડાક દિવસોમાં ગાંધીનગર નજીકની મલ્ટીપ્સાલીસ્ટ હોસ્પીટલ એપોલો માં દાખલ દર્દીની નામેજ ઇન્જેક્શન ગાંધીનગર સિવિલ ને ફાળવવામાં આવે છે. અને સિવિલ હોસ્પીટલ ગાંધીનગર ના ચોપડે આ ઇન્જેક્શન ઉધારવામાં પણ આવે છે. આ ઇન્જેક્શનો સિવિલમાં દાખલ થયેલ મ્યુકરના દર્દીઓને ભોગે આ ઈન્જેક્શનો બરો બાર અપોલો માં દાખલ થયેલા દર્દીઓને પહોંચતા થઈ જાય છે . જી.એમ.સી.એલ માંથી ઈન્જેકશનો નો કોટા સિવિલ સુધીં પહોંચે ત્યારેજ એ ચોક્ક્સ નામની ખાનગી હોસ્પીટલ માં દાખલ દર્દી ઓના સગા વ્હાલા ગાંધીનગર સિવિલ બહાર ઉભા હોય છે. સિવિલ ના ચોપડે નોંધણી થતા જ ઈન્જેકશનો સિવિલ નો ફાર્મસીસ્ટ તેઓને બારો બાર આપી દેતા હોવાનું ખુલ્યું છે.
જાે કે ફાર્માસીસ્ટ પણ સિવિલ ના ઉચ્ચ અધિકારી ની સૂચના નું પાલન કરતો હશે તેવું હાલના તબ્બકે માનવાને યોગ્ય છે .
આ એમ્ફોટીસિરીન – બી ના એક ઈન્જેક્શન ની કિંમત ૬ થી ૮ હજાર છે. ખાનગી હોસ્પીટલ માં મ્યુકરમાઈકોસીસ ની સારવાર ખુબજ મોંઘી દાટ છે. પરંતુ ઇન્જેક્શન સિવિલમાં દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
છેલ્લા એક અઠવાડીયાથી કોની? સૂચનાથી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન ખુદ એપોલો હોસ્પીટલ ને આ ઇંજેક્શન વિનામૂલ્યે આપી રહ્યું છે. અને તે મ, પણ વાયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મારફતે આપવામાં આવી રહ્યા છે આ બાબતથી ગાંધીનગર સિવિલ સુપ્રેટેન્ડન્ટ ડો.નિયતિ લાખાણી અને આર.એમ.ઓ જાણકાર ના હોય તેવું બની જ ન શકે ?
કૌભાંડ ની ગોપનીય બાબત એવી ઉજાગર થવા પામી છે કે ગુજરાત મેડીકલ સર્વિસ કોરર્પોરેશન દ્વારા ઇન્જેક્શનો નો જથ્થો ફાળવવામાં આવે છે. ત્યારે તેની ઉપર જે દર્દીના નામ હોય છે. તે દર્દી હકીકતમાં ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલી એપોલો ખાનગી હોસ્પીટલ માં દાખલ હોય છે. કાગળ ઉપર તેમને સિવિલમાં સારવાર લઈ રહ્યાં હોવાનું બતાવવાનું સિક્તપૂર્વકમ
ગુન્હાહિત કૌભાડ અંદર ખાને ચાલી રહ્યું છે આ બાબતે પ્રશ્ન એવો ઉદભવે છે કે અમદાવાદ ની આ ખાનગી હોસ્પીટલ ના દર્દીઑ માટે જ એમ્ફોટીસીન –બી ઈન્જેકશન હોય તો ગુજરાત મેડિકલ સર્વિસ ઓપરેશન તેને બારોબાર કેમ સપ્લાય કરતું નથી આ માટે વચ્ચે ગાંધીનગર સિવિલ ને શા માટે સમિલ કરી રહ્યું છે તેવી ચર્ચા મોટા પાયે સિવિલ સંકૂલમાં જાેરજાેર થી ઊછળી રહી છે. ગાંધીનગર સિવિલમાં મ્યુકોરમાઇક્રોસિસ વોર્ડમાં પાંચથી વધુ દર્દીઓ દાખલ હોવા છતાં આ ઈન્જેકશન ની સારવાર મળી નથી.જેથી સિવિલ દર્દીઓ ભોગે આ ખાનગી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા પૈસાપાત્ર ધનિકોને આ ઇંજેક્શન પહોંચી રહ્યા છે વિગતોનુસાર એક અઠવાડિયામાં ૧૬૦ જેટલા એન્ફોટીસીરિન-બી ના ઇન્જેક્શનો એપોલો પહોંચાડ્યા છે.
રાજ્ય સરકારે હવે આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ને કાયદેસર ખુલાશો માંગી આ ઈન્જેક્શનો કોની સીધી સુચનાથી સિવિલ બહાર ખાનગી હોસ્પીટલમાં ગરીબ દર્દીના ભાગે પધરાઈ દેવામાં આવી રહ્યા છે. લોક ચર્ચા મુજબ વાંરવાંરના સિવિલ સુપ્રેટેન્ડન્ટના ગુનાહિત ઉધામા ને ધ્યાને લઈ સરકાર તેમ આરોગ્ય મંત્રીએ ડંડો પછાડવો જાેઈએ.