ગુજરાતમાં હવે મેડિકલ સ્ટોરમાં દવાના નિયમો કડક બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ, દવાની દુકાનોમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય દવાનું વેચાણ નહિ કરી શકે. જો કરશે તો દંડ થશે અથવા જેલ થશે.
જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મસિસ્ટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ નહિ કરી શકે. જો વેચાણ કરશે તો તેને દોષિત ઠેરવવામાં આવશે. અથવા તેને ત્રણ માસ સુધીની કેદ થઈ શકે છે. તેમજ બે લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કેટલાક કેસમાં ફાર્માસિસ્ટનું લાઈસન્સ પણ રદ કે સ્થગિત થઈ શકે છે.
નવા નિયમ મુજબ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દવાનું વેચાણ નહિ કરી શકે. જો આવું કરતા પકડાયા તો સજાને પાત્ર ગણાશે.
9 ડિસેમ્બરના રોજ ફાર્મસી કાઉન્સિલના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા તમામ હોસ્પિટલના સંચાલકો, મેડિકલ સ્ટોર કે ફાર્મસીના માલિકો અને કાર્માસિસ્ટ માટે આ માહિતી બહાર પાડવામાં આવી છે. ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જન્મ વિશ્વાસ એક્ટ મુજબ જે વ્યક્તિ ફાર્મસી અધિનિયમની જોગવાઈનું ઉલ્લંઘન કરશે તેની સામે પગલાં લેવાશે.
એ પણ સામે આવ્યું કે, રાજ્યમાં અનેક એવી દવાની દુકાનો છે, જે ફાર્માસિસ્ટના લાયસન્સ પર જ ચાલે છે. જેના પર હવે રોક લાગી શકે છે.