
સુરતમાં આવેલી રિજા જેમ્સ નામની હીરાની કંપનીમાં રાત્રે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હીરાનું કારખાનું ચાલુ હતું અને આગની ઘટના બનતા રત્નકલાકારોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો. પાંચ માળની હીરા કંપનીનો ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવી ગયો હતો. જેના પગલે 70થી વધુ રત્નકલાકારો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની બહારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રત્નકલાકારોનું પ્રથમ રેસ્ક્યૂ કર્યું હતું અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ થવા પામી નથી. મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં કર્મનાથ મહાદેવ મંદિરની સામે વરાછા મેઇન રોડ પર રિજા જેમ્સ નામની ડાયમંડ કંપની આવેલી છે. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના બિલ્ડિંગમાં હીરાના કારખાના ચાલી રહ્યા છે. રાત્રે ફાઈલ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે રિજા જેમ્સ ડાયમંડ કંપનીમાં આગનો બનાવ બન્યો છે. જેના પગલે અશ્વિનીકુમાર, મોટા વરાછા, સરથાણા, પુણા અને કાપોદ્રા ફાયર સ્ટેશનની બહાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
સબ ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, ફાયરનો કાફલો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણ થઈ હતી. ત્રીજા માળની અંદર બનાવવામાં આવેલા પ્લાયવુડના પાટેશન આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ પ્રસરીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આગની વચ્ચે ફસાયેલા છ જેટલા રત્નકલાકારોને બચાવી લેવામાં આવ્યા હતા. ડાયમંડ કંપનીના પાંચમા માળે બચવા માટે પહોંચી ગયેલા 70થી વધુ રત્નકલાકારો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની સાથે રત્નકલાકારોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાદર સુધી પહોંચી ગયેલી અગ્નિ જ્વાળાઓને કાબૂમાં કરીને તમામ રત્નકલાકારોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરીને આંખ પર કાબૂ મેળવવાની ફરજ પડી હતી. કારખાનાની અંદર રહેલા પ્લાયવુડના પાટેશન સહિતનું વાયરીંગ સળગી ઊઠ્યું હતું. જેથી ધુમાડો વધુ હોવાથી ફાયરના જવાનોને પણ મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડ દ્વારા બે કલાકથી વધુ સમય આંખ પર કાબૂ મેળવતા થયો હતો. આ સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની થવા પામી નથી. આગની ઘટનામાં ત્રીજા અને ચોથા માળનું ફર્નિચર અને વાયરીંગ સળગીને ખાખ થઈ ગયું હતું. આ સાથે જ રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ રત્નકલાકારો સહી સલામત હતા. બિલ્ડીંગની અંદર ફાયર સેફ્ટીની સુવિધા હતી. જો કે, વાયરીંગ બળી જવાના કારણે તેનો ઉપયોગ થઈ શક્યો ન હતો.