
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. 11.2 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. નલિયામાં અગાઉ 12.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે ઘટીને 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયા બાદ વડોદરા બીજા નંબરનું ઠંડુ શહેર નોંધાયું હતું. વડોદરામાં લઘુત્તમ તાપમાન 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં 0.8 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.