ઙિગ્રીનો મોહ છોડો, સ્કીલ્સ શીખો : રઘુરામ રાજન.RBI ના પૂર્વ ગવર્નરે ભારતની શિક્ષણ વ્યવસ્થા ઉપર ચિંતા વ્યક્ત કરી.તેમણે કહ્યું કે, AI ના આ જમાનામાં પણ પ્લમ્બર જેવા હાથથી કરવામાં આવતા કામો ખતમ થશે નહીં.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, છૈંના આ જમાનામાં પણ પ્લમ્બર જેવા હાથથી કરવામાં આવતા કામો ખતમ થશે નહીં.
પરંતુ, ભારતની શિક્ષણ પ્રણાલી બાળકોને આવા કામો માટે તૈયાર કરી રહી નથી. રઘુરામ રાજને કહ્યું કે, આપણે બાળકોને ડિગ્રીને બદલે પ્રેક્ટિકલ સ્કીલ્સ શીખવવા પર ધ્યાન આપવું જાેઈએ.
રઘુરામ રાજને એક પોડકાસ્ટમાં કહ્યું કે, ભારત AI ના ભવિષ્યની તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ, તેનું વર્કફોર્સ (કામ કરતા લોકો) યોગ્ય રીતે તાલીમબદ્ધ નથી.
અનેક લોકો તો કુપોષિત પણ છે. તેમણે કહ્યું કે, આપણે વિચારવું જાેઈએ કે આપણે આપણા યુવાનોને કામ માટે કેવી રીતે તૈયાર કરીએ છીએ. આપણે માત્ર ડિગ્રી પર જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ સ્કીલ્સ પર ધ્યાન આપવું જાેઈએ. રઘુરામ રાજને કહ્યું કે, કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં કામની જરૂર છે, જ્યાં હાથથી કામ કરવું પડે છે. છૈંના આ જમાનામાં પણ પ્લમ્બરનું કામ ખતમ થશે નહીં.
તેમણે પ્લમ્બિંગ અને એરક્રાફ્ટ એન્જિન રિપેર જેવા કામોનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, આ કામો આજે પણ જરૂરી છે. તેને ઓટોમેશનથી બદલવું મુશ્કેલ છે. પરંતુ, ભારતની વર્તમાન શિક્ષણ પ્રણાલી બાળકોને આ જરૂરી કામો માટે પણ તૈયાર કરી રહી નથી. બાળકોને ગણિત, વિજ્ઞાન અને કમ્યુનિકેશન જેવી મૂળભૂત વસ્તુઓ શીખવવામાં આવતી નથી. તેમણે આ વિચારને પણ ખોટો ગણાવ્યો કે સફળતા માટે માત્ર ડિગ્રી જ જરૂરી છે.
રઘુરામ રાજને કહ્યું, મને ફ્રેન્ચ કે અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રીની જરૂર નથી. તેમણે કહ્યું કે તેઓ મોડર્ન પ્લમ્બિંગમાં ટેક્નિકલ કોર્સ કરવામાં ખુશ થશે.
તેમણે કહ્યું કે, આ વિચારને બદલવાની સાથે સિસ્ટમમાં પણ ફેરફારની જરૂર છે. તેમણે કહ્યું કે વધુમાં વધુ અપ્રેન્ટિસશિપ (પ્રેક્ટિકલ ટ્રેનિંગ) હોવી જાેઈએ. સ્કિલ્ડ ટ્રેડ (હુનર વાળા કામો)ને વધુ સમ્માન મળવું જાેઈએ. અભ્યાસનો એવો સિલેબસ હોવો જાેઈએ જેમાં થિયરીની સાથે-સાથે પ્રેક્ટિકલ પણ શીખવવામાં આવે. તેમણે એવું પણ કહ્યું કે, પ્લમ્બર બનવા માટે એન્ટરપ્રેન્યોરશિપ (પોતાનું કામ શરૂ કરવાનું હુનર) પણ જરૂરી છે. તમને તમારા કામની કિંમત નક્કી કરતા આવડવું જાેઈએ અને તમારા ખર્ચનો હિસાબ રાખતા પણ આવડવું જાેઈએ.
રઘુરામ રાજને માત્ર સ્કિલ્સની વાત જ ન કરી. તેમણે કામ માટે તૈયાર રહેવા અને બાળપણના વિકાસને પણ જાેડ્યું છે. તેમણે કહ્યું, આપણે આપણા કેટલાક બાળકોને બાળપણમાં જ ફેલ કરી રહ્યા છીએ. તેમણે કુપોષણનો ઉલ્લેખ કર્યો. તેમણે ચેતવણી આપી કે જે બાળકો કુપોષણને કારણે યોગ્ય રીતે વિકસિત થઈ શકતા નથી, તેઓ ભવિષ્યના કામોની શારીરિક અને માનસિક માંગને પૂરી કરી શકશે નહીં. તેમણે કહ્યું કે, જાે આપણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનવું હોય તો આપણે આપણી ૩૫% વર્કફોર્સને આવી નાજુક સ્થિતિમાં રાખી શકીએ નહીં. કુપોષણને ઘટાડવું આ સમસ્યાના ઉકેલનો ભાગ હોવો જાેઈએ.