રક્ષણ મંત્રાલયમાં લાંચનું મોટું કૌભાંડ: લેફ્ટનન્ટ કર્નલની ધરપકડ, 2.23 કરોડ રોકડા મળ્યા

Spread the love

 

  • CBIએ લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્માની ૨.૨૩ કરોડની રોકડ સાથે કરી ધરપકડ (lieutenant colonel arrested Cbi)
  • ખાનગી કંપનીઓને સરકારી ક્લિયરન્સ અપાવવા માટે લાંચ લેતા હોવાનો આક્ષેપ
  • દિલ્હી અને શ્રીગંગાનગરમાં CBIના દરોડા, કુલ 2.33 કરોડની રોકડ જપ્ત
  • કૌભાંડના તાર દુબઈની કંપની અને બેંગલુરુના નેટવર્ક સાથે જોડાયેલા હોવાનો ખુલાસો
  • આરોપીની પત્ની કર્નલ કાજલ બાલી વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ

lieutenant colonel arrested Cbi : દેશના રક્ષણ મંત્રાલયમાં ભ્રષ્ટાચારના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક મોટી કાર્યવાહી કરતા લેફ્ટનન્ટ કર્નલ રેન્કના વરિષ્ઠ સૈન્ય અધિકારીની લાંચ લેતા ધરપકડ કરી છે. આ દરોડા દરમિયાન કરોડોની રોકડ રકમ મળી આવતા સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

લેફ્ટનન્ટ કર્નલની ધરપકડ

સીબીઆઈએ શનિવારે રક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસર તરીકે કાર્યરત લેફ્ટનન્ટ કર્નલ દીપક કુમાર શર્માની ધરપકડ કરી છે. તેમની સાથે વિનોદ કુમાર નામના એક ખાનગી વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓ લાંચના વ્યવહારમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા અને એકબીજાના સીધા સંપર્કમાં હતા.

lieutenant colonel arrested Cbi : દુબઈ કનેક્શન આવ્યું સામે

તપાસમાં જાણવા મળ્યું છે કે લેફ્ટનન્ટ કર્નલ શર્મા ખાનગી સંરક્ષણ કંપનીઓ પાસેથી મોટી રકમ લઈને તેમને સરકારી વિભાગોમાંથી અયોગ્ય લાભ અને ક્લિયરન્સ અપાવતા હતા. આ નેટવર્કનું કનેક્શન દુબઈ સ્થિત એક કંપની સાથે જોડાયેલું છે, જેની ભારતીય કામગીરી બેંગલુરુથી ચાલતી હતી. સીબીઆઈએ દિલ્હીમાં અધિકારીના નિવાસસ્થાનેથી 2.23 કરોડ રૂપિયા અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તેમની પત્નીના ઘરેથી 10 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

અનેક શહેરોમાં સર્ચ ઓપરેશન

આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ શર્માની પત્ની કર્નલ કાજલ બાલીનું નામ પણ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યું છે. તેઓ હાલમાં શ્રીગંગાનગરમાં 16 ઈન્ફન્ટ્રી ડિવિઝન ઓર્ડનન્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર તરીકે તૈનાત છે. સીબીઆઈએ દિલ્હી, શ્રીગંગાનગર, બેંગલુરુ અને જમ્મુ સહિતના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કોર્ટે બંને આરોપીઓને 23 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *