Mehsana: ‘પહેલાં ઓળખી નહોતા શકતા, હવે બધી ખબર છે!’ પૂર્વ DyCM નીતિનભાઈ પટેલનું મોટું નિવેદન

Spread the love

 

  • Mehsana: ના કડી APMCમાં યોજાયું સહકારીતા સંમેલન
  • કડી APMCના સહકારીતા સંમેલનમાં નીતિનભાઈ પટેલની ટકોર
  • પૂર્વ DyCM નીતિનભાઈ પટેલે ભાજપના કાર્યકરોને કરી ટકોર
  • પહેલા આવા લોકોને ઓળખી ન્હોતા શકતા: નીતિન પટેલ
  • હવે આપણે આવા લોકોને ઓળખી શકીએ છીએ: નીતિન પટેલ

Mehsana: કડી શહેરના ભીમનાથ મહાદેવ મંદિર સામે આવેલા ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે ગત સોમવારે એક ભવ્ય ‘સહકારિતા સંમેલન’ યોજાયું હતુ.

કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) અને કડી તાલુકા ખરીદ-વેચાણ સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અને ‘હર ઘર સ્વદેશી’ના મંત્રને ગુંજતો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે (Nitinbhai Patel) હાજર રહીને પાયાના કાર્યકરો અને સહકારી ક્ષેત્રના આગેવાનોને મર્મસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.

‘ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવનો’

નીતિનભાઈ પટેલે કાર્યકરોને ટકોર કરતાં કહ્યું ગોરખ ધંધા કરવા અને ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવનો, પણ હવે બધાને ખબર છે એટલે છેતરાતા નથી. શરુઆતમાં છેતરાતાં હતા. પોતાનામાં સાચુ શું છે તે સહકારિતા બતાવવી જોઈએ.

‘5વર્ષ ક્યારે પૂરા થઈ જશે ખબર પણ નહીં પડે’

નીતિનભાઈ પટેલે ગાડીમાં એકલા ફરતા નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે હું અમદાવાદથી કડી આવતો, ત્યારે રસ્તામાં કોઈ પણ કડીવાળું મળે તો તેને ગાડીમાં બેસાડી લેતો. તેનાથી લોકોની વચ્ચે શું ચાલે છે તેની જાણકારી મળતી.” તેમણે પક્ષના હોદ્દેદારોને ટકોર કરી કે જો તમે કાર્યકરોને સાથે નહીં રાખો તો પાંચ વર્ષ ક્યારે પૂરા થઈ જશે તેની ખબર પણ નહીં પડે. કડીની પ્રગતિનું કારણ જણાવતા તેમણે કહ્યું કે અહીં ‘મોટો ભાઈ નાના ભાઈને’ એટલે કે APMC નાના સંઘોને સાથે રાખીને ચાલે છે.

સહકારની ભાવના અને કડી APMCનું ઉદાહરણ

‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સૂત્રને સાર્થક કરતા તેમણે કડી માર્કેટયાર્ડની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે બજારમાં ચાનો કપ 25 રૂપિયામાં પણ નથી મળતો, ત્યારે કડી માર્કેટયાર્ડ માત્ર 40 રૂપિયામાં 700 લોકોને ભરપેટ ભોજન જમાડે છે. આ સહકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *