એસજી હાઈવેથી શરૂ કરીને એસપી રિંગરોડ સુધીનો સમગ્ર વિસ્તાર હવે ન્યુ અમદાવાદ તરીકે વિકાસ પામશે. જેના માટેની બધીજ તૈયારી કરવામાં આવી રહી છે. દિવાળી પછી પશ્ચિંમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો આખો વિસ્તાર અને પૂર્વમાં NHથી રિંગ રોડ વચ્ચેનો વિસ્તારમાં આવેલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે.પશ્ચિંમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તારમાં આવતા બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલીના અને SP રિંગરોડના અંદરના સમાયેલા વિસ્તારો મ્યુનિસિપલની હદમાં ભેગા કરવામાં આવશે. તેમજ પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 8થી રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં આવરી લેવાશે.
મ્યુનિસિપલની સામાન્ય ચૂંટણી પહેલાં આ બધીજ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, મળેલ માહિતી અનુસાર બોપલ-ઘૂમાને ઔડામાં સુપરત કર્યા બાદ ઘણા સમયથી માગ હતી કે આ બંને નગરપાલિકા સહિત શેલા, રાંચરડા, છારોડી, અને અસલાલીને પણ મ્યુનિસિપલમાં ભેગા કરાય. આ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલની હદમાં 2006થી 2008માં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 11 વર્ષ પછી નવા 3 વિસ્તારોને મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવા માટેની હિલચાલ શરૂ કરી દેવાઈ છે. જેથી દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી લગભગ શક્યતા છે.