ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી એક ખેડૂતે ONGC સામે અરજી દાખલ કરી

Spread the love

 

ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાથી એક ખેડૂતે ONGC સામે અરજી દાખલ કરી છે. જેમાં તેને જણાવ્યું છે કે તેની ખેતીની જમીનને ONGC ના કારણે કાયમી નુકસાન થયું છે. પરંતુ તેને યોગ્ય વળતર ચૂકવાયું નથી. ONGC ની પાઇપલાઇનમાંથી પ્રદૂષિત પાણી અરજદાર ખેડૂતના ખેતરમાં ભરાયું હતું. આ પાઇપલાઇન ખેતરથી 30 મીટર દૂર છે.
વર્ષ 2020 માં ખેડૂતના ખેતરમાં ચોમાસા દરમિયાન કેમિકલ યુક્ત પાણી ભરાયું હતું. આથી તેની ઉપજાઉ જમીનને નુકસાન થયું હતું. ખેડૂતે ONGC ના એન્જિનિયરને રજૂઆત કરતા ખેડૂતને ધમકાવવામાં આવ્યો હતો. જ્યારે ONGC એ કહ્યું હતું કે અરજદારને કોઈ નુકસાન થયું નથી કે ખેતરમાં કોઈ પાણી ભરાયું નથી. ખેડૂતના ખેતરની માટીનો લેબોરેટરીમાં ONGC ની લેબોરેટરીમાં ટેસ્ટ કરાયો હતો. જ્યારે ખેડૂતે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સસોઈલ ટેસ્ટ કરાવતા Ph લેવલ ખૂબ જ ઊંચું જોવા મળ્યું હતું. જે જમીનની બિન ઉત્પાદકતા સૂચવતું હતું. વર્ષ 2021 અને વર્ષ 2023માં પણ આવી જ ઘટના બની હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. તેની જમીનને કાયમી નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ONGC એ જણાવ્યું હતું કે GPCB ના નિયમો મુજબ કામ કરે છે. અરજદારની જમીનને કાયમી નુકસાન થયું નથી. ખેતીના નુકસાનનું વળતર ચૂકવવા અરજદારના ખેતરે જઈને નિરીક્ષણ કરીને અખાતની કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતે વળતર સ્વીકારવા ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું જવાબદારી ONGC ની છે. પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. ONGC એ ઝીરો કેમિકલ વોટર ડિસ્ચર્જની પોલીસી રાખવી જોઈએ. અરજદાર ખેડૂત, GPCB અને ONGC ના અધિકારીઓની હાજરીમાં ખેડૂતના જમીનનું ઇન્સ્પેક્શન હાથ ધરાશે. ખેડૂતના જમીનનો ટોક્સિસિટી, ફર્ટિલિટી અને જીઓ ટેક્નિકલ સ્ટડી ટેસ્ટ કરવામાં આવશે. જેનો ખર્ચ ONGC આપશે. આ સમગ્ર પ્રક્રિયા 04 અઠવાડિયામાં હાથ ધરાશે. આ અંગે વધુ સુનવણી 27 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ONGC ને ટકોર કરી હતી કે આવી બાબતો માટે આટલા મોટા કોર્પોરેશને નાના ખેડૂતો સામે લડવું જોઈએ નહીં અને કેસો કરીને પ્રજાના પૈસાનો વ્યય કરવો જોઈએ નહીં. કેટલાય ખેડૂતો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હશે. જેમાંથી આ એક ખેડૂતે હાઈકોર્ટ સમક્ષ આવવાની હિંમત દર્શાવી છે. ONGC એ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. વળી રાજ્ય હંમેશા વેલ્ફેર સ્ટેટ હોય છે. જે ONGC એ ભૂલવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *