
દહેગામ પોલીસે છેલ્લા સવા વર્ષથી અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરી નાસતા ફરતા પ્રોહિબિશન એક્ટના ગુનામાં સામેલ પાસા અટકાયતી આરોપીને અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લઇ રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
દહેગામના પીઆઈ એમ.એન.દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં દહેગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા બે ગુનાઓમાં સંડોવાયેલા મહેન્દ્ર શિવલાલ ટૈલર (રહે- રાજસ્થાન) કે જે દહેગામ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સામેલ હતો અને છેલ્લા સવા એક વર્ષથી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો અને અમદાવાદનાં જુદા જુદા વિસ્તારમાં ટેક્સી ડ્રાઇવિંગ કરી રાત્રે દરમિયાન પેટ્રોલ પંપ,ધર્મશાળા તેમજ જુદી જુદી હોટલોમાં રોકાતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોર્ડ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સ્ટાફનાં સચિનકુમાર તેમજ અનિલભાઈને મળેલી સંયુક્ત બાતમીનાં આધારે નાસતા ફરતા આરોપી મહેન્દ્ર ટેલરને અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લઇ દહેગામ પોલીસ મથકે લાવી પાસા અટકાયતી વોરંટની બજવણી કરી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો.