
ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ પ્રકારનું પશુ પક્ષી માનવને નુકસાન ન થાય તેવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે માણસા પોલીસને બાતમી મળી હતી તે બિલોદરા ગામની સીમમાં ચડાસણા રોડ ઉપર આવેલા એક ખેતરમાં આરોપીએ મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરી નો સંગ્રહ કર્યો છે જે બાતમીના આધારે પોલીસે અહીં રેડ કરી 960 નંગ ચાઈનીઝ દોરીના રીલ ઝડપી તેનો સંગ્રહ કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોધિ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનના મનમોહનસિંહ અને બળવંતસિંહ ને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે તાલુકાના બિલોદરા ગામે રહેતો દલપુજી અમાજી ઠાકોર નામનો ઈસમ પોતાના અંગત આર્થિક લાભ સારું ચાઈનીઝ દોરીનો ગેરકાયદેર સંગ્રહ કરી વેચાણ કરે છે જે બાતમીઆધારે પોલીસે તપાસ કરતા હિંમતનગર હાઇવે પર ચડાસણા ગામ તરફ જતા રોડ પર એરંડાના ખેતરમાં તેનો સંગ્રહ કરતો હોવાનું માલુમ પડતા પોલીસે આ જગ્યા પર જઈ રેડ કરતા ખેતરમાં સંતાડેલ 2,88,000 રૂપિયાના 960 ચાઈનીઝના રીલ મળી આવ્યા હતા જે તમામ મુદ્દા માલ પોલીસે કબજે કરી તેનો સંગ્રહ કરનાર દલપુજી અમાજી ઠાકોર રહે બિલોદરા વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં નફો રળી લેવા માટે વેપારીઓ અને લોકો ચાઇનીઝ દોરીનો વેપાર કરીને લોકોના જીવ સાથે ચેંડા કરી રહ્યા છે. આવા આરોપીઓ સામે કડક હાથે કામગીરી કરવી જોઇએ.