GUJCET-2026 માટે અરજીની મુદત લંબાઈ:6 જાન્યુઆરી સુધી આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET-2025 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર સુધી નક્કી કરાયેલી અરજી કરવાની અંતિમ તારીખ હવે લંબાવીને 6 જાન્યુઆરી 2026 કરવામાં આવી છે.
આ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશો
બોર્ડની અધિકૃત સૂચના મુજબ એન્જિનિયરિંગ, ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવારો હવે વધારાના દિવસોમાં GUJCET-2026 માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી ફોર્મ બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પર ઉપલબ્ધ છે.
ફી ઓનલાઈન અને ચલણ દ્વારા ભરી શકાશે
ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 350 નક્કી કરાઈ છે, જે SBI Epay System મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ઓનલાઇન ભરી શકાય છે. ઉપરાંત SBI Branch Payment વિકલ્પ દ્વારા નજીકની SBI શાખામાં પણ ફી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે.
બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને વધારાના સમયનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે, જેથી કોઈ પણ ઉમેદવાર GUJCET-2026 પરીક્ષામાંથી વંચિત ન રહે.