ગુજરાત માં અત્યારના સમયમાં યુવાનોમાં સરકારી નોકરીનો ખુબ જ ક્રેઝ ચાલી રહ્યો છે. લાખો યુવાનો સરકારી ભરતીની પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે. ખાસ તો ગુજરાત પોલીસમાં જોડાવવા માટે યુવાનો ખુબ જ આગળ આવી રહ્યા છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે પોલીસ વિભાગમાં ભરતી પણ થઇ ગઈ અને તે બાદ અચાનક યુવાનોને થાય છે કે તેઓ પોલીસ વિભાગમાં રહીને પોતાનું કામ કરી શકતા નથી.
અને આવી જ એક ઘટના હાલ સામે આવી છે. ફરી એક ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ બજાવી રહેલા યુવાને રાજીનામુ આપી અને રાજકારણમાં જોડાયા છે.
ગુજરાતના વધુ એક યુવાને ગુજરાત પોલીસની સરકરી નોકરીને અલવિદા કહી દીધું છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોળી સમાજના યુવાન અને હાલના પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ઝાપડિયાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. સાગરભાઈ ઝાપડીયાને રાજકારણમાં જોડાવવું છે અને લોકોની સેવા કરવી છે. ક્યાં પક્ષમાં જોડાશે તે હજુ આવ્યું નથી.
આ કોઈ પહેલી વખત નથી કે કોઈ પોલીસની નોકરી છોડી અને રાજકારણમાં જોડાયા હોય. આ પહેલા સી.આર.પાટીલ, જેઠા ભરવાડ, ગોપાલ ઇટાલિયા અને પી.સી.બરંડા જેવા નેતાઓ પણ પોલીસની નોકરી છોડી અને રાજનીતિમાં જોડાયા છે. અને ખાસ તો હાલ પોલીસ ખાતાની નોકરી છોડીને રાજનીતિમાં આવેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને જોઈને યુવાનોમાં આ ક્રેઝ વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે યુવાનો રાજકારણ તરફ વળી રહ્યા છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાગરભાઈ ઝાપડિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે હાલ તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.