સ્વિટ્ઝર્લેન્ડના લક્ઝરી સ્કી રિસોર્ટ શહેર ક્રાંસ-મોન્ટાનામાં નવા વર્ષે સવારે એક ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 40 લોકોના મોત થયા છે. જ્યારે આશરે 100 લોકો ઘાયલ થયા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની પુષ્ટિ કરતા સ્વિટ્ઝર્લેન્ડ પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
દક્ષિણ-પશ્ચિમી સ્વિટ્ઝર્લેન્ડના વાલેસ કેન્ટન પોલીસના પ્રવક્તા ગાયેતાન લાથિયો અનુસાર કેસના તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. આ અંગે જલદી જ સ્વિટ્ઝરલેન્ડ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવશે.
વિસ્ફોટના તરત બાદ પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી શરૂ કરી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આખા વિસ્તારમાં ઘેરાબંધી કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અનુસાર વિસ્ફોટ એવા સમયે થયો, જ્યારે રિસોર્ટમાં નવા વર્ષની પાર્ટી ચાલી રહી હતી. વિસ્ફોટ મોટી રાતે આશરે અઢી વાગ્યે થયો હતો, જ્યારે લોકો ઉજવણીમાં લીન હતા. સ્થાનિક મીડિયા અનુસાર જે બિલ્ડિંગમાં બાર છે, તે આગની જ્વાળાઓમાં ઘેરાયેલી હતી અને ચીખો સંભળાઈ રહી હતી.
આ ઘટના પછી આખા વિસ્તારને પોલીસે સીલ કરી દીધો છે અને તે તપાસ કરી રહી છે કે, આખરે રિસોર્ટમાં આગ લાગી કેવી રીતે? કેમ કે અહીં બારમાં અગાઉ પણ આવી ઘટના જોવા મળી છે. એ વાત અલગ છે કે, હજુ સુધી ઘટનાને લઈને કોઈ જાણકારી મળી નથી. ફાયરફાઇટર્સ લોકોને ત્યાંથી લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.
જ્યાં આ દુર્ઘટના સર્જાઈ, તે ક્રાન્સ મોન્ટાના વિસ્તાર સ્વિટ્ઝર્લેન્ડનું જાણીતું અને ખૂબ જ લક્ઝરી હિલ સ્ટેશન છે. તે દેશના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં વાલેસ કેન્ટનમાં આવેલું છે અને ખાસ કરીને પોતાની સ્કી રિસોર્ટ્સ, સુંદર દ્રશ્યો અને હાઈ એન્ડ લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે. ક્રાન્સ મોન્ટાના સમુદ્ર તળથી આશરે 1,500 મીટરની ઊંચાઈ પર વસેલું છે અને અહીંથી એલ્પ્સ માઉન્ટ રેન્જનું શાનદાર દ્રશ્ય જોવા મળે છે. શિયાળામાં અહીં દરેક જગ્યાએ સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને વિન્ટર સ્પોર્ટ્સ માટે દુનિયા ભરમાંથી પર્યટકો ઉમટી પડે છે.