
ગાંધીનગરથી અડાલજ જતાં રસ્તામાં આવતા અંબાપુરમાં 15મી સદીની વાવનો ઐિતહસિક સંબંધ રાણી રૂદાબાઇ વાઘેલા સાથે હોવાનું માનવામાં આવે છે. આ વાવમાં હિંદુ અને ઇસ્લામિક વાસ્તુકલા શૈલીનું સંમિશ્રણ જોવા મળે છે. વાવમાં આકર્ષે તેવી સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. આ વાવ હાલમાં સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. તેમાં નોંધપાત્ર પર્યટક છે. આ વાવની નજીક સુંદર તળાવ આવેલું છે. પરંતુ તેનો વિકાસ કરવામાં નહીં આવતા પર્યટકો અહીં આવતા નથી. જેથી આગામી સમયમાં તળાવને પર્યટક સ્થળ તરીકે વિકસાવી અહીં પીકનિક સ્પોટ તૈયાર કરાશે.