ભારતમાં સોનાના ભાવ ભલે આસમાનમાં પહોંચી ગયા હોય, પરંતુ કેટલાક દેશોમાં ગોલ્ડ આજે પણ એટલું સસ્તું છે કે, તમને વિશ્વાસ નહીં આવે. ભારતના લોકો સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે, હંમેશા એવું જ વિચારતા રહે છે કે, સસ્તુ ગોલ્ડ મળી જાય તો મોજ પડી જાય. દુબઈ સસ્તા સોના માટે પ્રખ્યાત છે અને આ જ કારણ છે કે, તેને “સોનાનું શહેર” કહેવામાં આવે છે, જ્યાં ટેક્સ ફ્રી સોનું મળે છે.
પરંતુ હવે એક દેશ સસ્તા સોનાના મામલામાં બીજા બધાને પાછળ છોડી દીધા છે.
ક્યાં મળી રહ્યું છે દુબઈ કરતાં સસ્તુ સોનું?
જી હા… તમે વિચારી રહ્યા હશો કે દુબઈ કરતા સસ્તુ સોનું ક્યાં મળી રહ્યું છે. તમને જણાવી દેએ કે, વેનેઝુએલામાં સોનું એટલું સસ્તું છે કે એક ગ્રામ સોનું ખરીદવા માટે તમારે ફક્ત ચા કે કોફીની કિંમત ચૂકવવી પડશે. વેનેઝુએલાના આર્થિક સંકટ અને અતિશય ફુગાવાને કારણે, તેના ચલણ (બોલીવર)નું મૂલ્ય ખુબ જ નીચું આવી ગયું છે. અહીંની સ્થાનિક ખાણામાંથી નીકળતા સોનાને લોકો તેમની દૈનિક જરૂરિયાતો માટે માલ ખરીદવા માટે ઉપયોગ કરે છે.
સટોડિયાઓ સિંગતેલ મોંઘું બનાવ્યું, આજે ખૂલતા બજારે સિંગતેલનો ડબ્બો 120 રૂપિયા મોંઘો
ભારતમાં 1 ગ્રામની કિંમત 14,000ને પાર
હાલમાં ભારતમાં 24 કેરેટ સોનાના 1 ગ્રામની કિંમત લગભગ 14048 રૂપિયા છે. પરંતુ વેનેઝુએલામાં 1 ગ્રામ સોનું ફક્ત 181.65 રૂપિયા બરાબર છે. આનો અર્થ એ થયો કે ભારત કરતા અહીં 75-80 ગણું સસ્તું સોનું મળી રહ્યું છે. આટલું સસ્તું સોનું હોવાથી તમે વિચારી રહ્યા હશો કે તેનું કારણ શું છે. શું તમે પણ તમારા દેશમાં આટલું સસ્તું સોનું લાવી શકો છો? ચાલો આવા પ્રશ્નોના જવાબો જાણીએ.
દુબઈ કરતા પણ સસ્તું, પણ કેમ?
દુબઈમાં સોનું ટેક્સ-ફ્રી અને શુદ્ધ મળે છે. પરંતુ વેનેઝુએલામાં આર્થિક મંદીએ સોનાને “સસ્તું ચલણ” બનાવી દીધું છે. લોકો અહીં મજબૂરીમાં સોનાનો ઉપયોગ રોકડ તરીકે કરી રહ્યા છે. આ કારણે તેનું મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટ્યું છે. 2026માં ગ્લોબલ ઈકોનોમિક શિફ્ટને પગલે વેનેઝુએલા એક નવું “ગોલ્ડ હબ” બની ગયું છે.
આ રાજ્યોમાં મોંઘવારી સૌથી વધુ, શાકભાજી, કઠોળ, માસ, ઈંડા અને મસાલાના ભાવમાં થયો વધારો
શું તમે વેનેઝુએલાથી લાવી શકો છો સોનું?
જો તમે પણ વેનેઝુએલાથી સસ્તું સોનું ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો ભારતીયોએ જાણવું જોઈએ કે ત્યાંથી સોનું આયાત કરવા માટેના કસ્ટમ નિયમો ખૂબ કડક છે. એક વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહેતા પ્રવાસીઓ (પુરુષો) 20 ગ્રામ દાગીના અને મહિલાઓ 40 ગ્રામ ડ્યુટી ફ્રી લાવી શકે છે. જો કે, સિક્કા અથવા બિસ્કિટ માટે આવી છૂટ ઉપલબ્ધ નથી. છ મહિનાથી વધુ સમય માટે વિદેશમાં રહેતા લોકો એક કિલોગ્રામ સુધીનું સોનું લાવી કરી શકે છે, પરંતુ તેના પર 6% થી 15% સુધીની કસ્ટમ ડ્યુટી લાગે છે. ડાયમંડ, મોતી અથવા જેમ સ્ટોનવાળા દાગીના માટે નિયમો અલગ અલગ હોય છે. જ્યારે વેનેઝુએલામાંથી સોનું સસ્તું જરૂર છે, પરંતુ ત્યાંથી સોનું આયાત કરતા પહેલા કસ્ટમ નિયમોથી પોતાને પરિચિત કરવું મહત્વપૂર્ણ છે.