કુતરું કરડશે તો સરકારે ભરવો પડશે ભારે દંડ; સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓને ખખડવ્યા- “શોખ હોય તો ઘરમાં રાખો”

Spread the love

 

સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી આપી હતી કે કૂતરાના કરડવા અને મૃત્યુના દરેક કિસ્સામાં ભારે વળતર નક્કી કરવામાં આવી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે કૂતરાઓને ખવડાવનારાઓને (ડોગ ફીડર્સ) પણ હુમલા માટે જવાબદાર ગણવા જોઈએ, કારણ કે કૂતરાના કરડવાની અસર જીવનભર રહે છે.

‘લોકોના જીવની પણ કિંમત સમજો’
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું, ‘કૂતરાના કરડવા અને દરેક મૃત્યુના કિસ્સામાં, અમે તે રાજ્યો માટે ભારે વળતર નક્કી કરીશું જેમણે જરૂરી વ્યવસ્થા કરી નથી. સાથે જ, કૂતરાઓને ખવડાવનારાઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. તમે તેમને તમારા ઘરે લઈ જાઓ, ત્યાં જ રાખો. તેમને આમ-તેમ રખડવા, કરડવા અને પીછો કરવાની મંજૂરી શા માટે આપવી જોઈએ? કૂતરાના કરડવાની અસર આખી જીંદગી રહે છે.’

કોર્ટે વધુમાં ટિપ્પણી કરી હતી કે કૂતરાઓને ખવડાવનારાઓની લાગણી માત્ર કૂતરાઓ માટે જ છે, માણસો માટે નથી. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે જો 9 વર્ષની બાળકીને રખડતા કૂતરા મારી નાખે તો તેના માટે કોને જવાબદાર ગણવા? શું કૂતરાઓને જાહેરમાં ખવડાવવાની હિમાયત કરતી સંસ્થાઓને આના માટે જવાબદાર ન ગણવી જોઈએ?

સરકારોની નિષ્ફળતા પર નારાજગી
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને ફટકાર લગાવતા કહ્યું કે તેઓ ‘ABC નિયમો’ (Animal Birth Control) લાગુ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

પીઠે આગળ કહ્યું, ‘અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરવા જઈ રહ્યા છીએ. આ મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. તમે પોતે ઉલ્લેખ કર્યો છે કે સંસદ 1950ના દાયકાથી આના પર વિચાર કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ઢીલાશને કારણે જ આ સમસ્યા 1000 ગણી વધી ગઈ છે. આ સરકારોની સંપૂર્ણ નિષ્ફળતા છે. કૂતરાના કરડવાથી જીવ ગુમાવનાર દરેક પુરુષ, મહિલા અને બાળક માટે, અમે જવાબદાર સરકાર પર ભારે દંડ અને વળતર લાદીશું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *