ન દિલ્હી, ન યુપી-બિહાર, મહિલા સુરક્ષાની બાબતમાં આ શહેરને મળ્યો સૌથી સુરક્ષિત સિટીનો દરજ્જો

Spread the love

 

ભારતમાં મહિલાઓ હવે કરિયર, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને લઈને શહેર પસંદ કરતી વખતે વધુ જાગૃત બની છે, પરંતુ સવાલ એ છે કે કયું શહેર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત અને અનુકૂળ છે? નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દિલ્હી, યુપી અને બિહાર જેવા મોટા રાજ્યોના શહેરો આ રેન્કિંગમાં પાછળ રહી ગયા છે, જ્યારે દક્ષિણ ભારતના શહેરોએ બાજી મારી લીધી છે.

આ રેન્કિંગે મહિલા સુરક્ષા અને કરિયરના માપદંડો જ બદલી નાખ્યા છે. ચાલો જાણીએ આ શહેર વિશે.

બેંગલુરુ પ્રથમ ક્રમે
અવતાર ગ્રુપના તાજેતરના રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વિમેન ઇન ઇન્ડિયા’ (TCWI) 2025ની ચોથી આવૃત્તિમાં બેંગલુરુએ મહિલાઓ માટે પ્રથમ સ્થાન મેળવ્યું છે. કુલ 53.29ના સ્કોર સાથે બેંગલુરુએ કરિયર ગ્રોથ, નોકરીની તકો અને સામાજિક સુરક્ષાના મામલામાં તમામ શહેરોને પાછળ છોડી દીધા છે.

હવે પ્રશ્ન છે કે, આ રેન્કિંગ કઈ રીતે નક્કી કરવામાં આવી? તો શહેરોને મુખ્ય બે માપદંડો પર માપવામાં આવ્યા હતા. 1. સોશિયલ ઇન્ક્લુઝન સ્કોર (SIS): મહિલાઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને જાહેર સુવિધાઓનું મૂલ્યાંકન. 2. ઇન્ડસ્ટ્રિયલ ઇન્ક્લુઝન સ્કોર (IIS): મહિલાઓ માટે રોજગારીની તકો અને કંપનીઓ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ. આ બન્નેને ભેગા કરીને શહેરોનો કુલ રેન્ક નક્કી કરવામાં આવ્યો હતો.

દેશનું એકમાત્ર શહેર જ્યાં ડુંગળી અને લસણ પર છે સંપૂર્ણ પ્રતિબંધ, જાણો

ચેન્નઈ બીજા સ્થાન પર રહ્યું છે. ત્યારબાદ પુણે ત્રીજા ક્રમે અને હૈદરાબાદ ચોથા ક્રમે છે. ચેન્નઈ સામાજિક સુરક્ષા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મહિલાઓ માટે ઉત્તમ માનવામાં આવ્યું. કરિયર ગ્રોથમાં બેંગલુરુ આગળ છે, પરંતુ સામાજિક પરિબળોમાં ચેન્નઈ આગળ છે.

દિલ્હી અને NCRની સ્થિતિ
દિલ્હી, ગુરુગ્રામ અને નોઈડામાં નોકરીઓની ભરમાર છે, પરંતુ સુરક્ષા, મોંઘવારી અને મોબિલિટીના મામલે આ શહેરો પછાત રહ્યા છે. ગુરુગ્રામમાં અગાઉના રેન્કિંગની સરખામણીએ થોડો સુધારો જોવા મળ્યો છે, પરંતુ હજુ પણ તે મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ માનવામાં આવતું નથી.

મુંબઈ અને અન્ય શહેરો
મુંબઈ કરિયરની તકોમાં સમૃદ્ધ છે, પરંતુ રહેવાની મોંઘવારી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહિલાઓ માટે પડકારરૂપ બની ગયું છે. પુણે પણ કરિયરના વિકલ્પો આપે છે, પરંતુ સુરક્ષા અને સામાજિક સુવિધાઓની બાબતમાં કેટલીક મર્યાદાઓ છે.

કોરોના બાદ આ વાયરસે ચિંતા વધારી, 120 લોકો ઘરમાં કેદ, વાયરસની કોઈ રસી-સારવાર નથી

ટાયર-2 શહેરોની એન્ટ્રી
2025ના રેન્કિંગમાં શિમલા અને તિરુવનંતપુરમ જેવા ટાયર-2 શહેરોની હાજરી વધી છે. આ શહેરો સામાજિક સુરક્ષા અને જીવનની ગુણવત્તામાં સારા છે, પરંતુ ઔદ્યોગિક ભાગીદારી અને રોજગારીનો અભાવ આ શહેરો માટે મોટો મુદ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *