પાકિસ્તાનની નવી ચાલબાજી ઈસ્લામિક નાટો. સાઉદી સાથે પાકિસ્તાને કર્યો છે સ્ટ્રેટજીક મુચ્યલ ડિફેન્સ કરાર
. તુર્કી પણ સાઉદી-પાકિસ્તાન સાથે કરારમાં સામેલ થશે
. સાઉદીના નાણાં, પાકિસ્તાનની પરમાણુ શક્તિ, તુર્કીની ભૂ-રાજકીય શક્તિનું ગઠબંધન
. ભારત માટે ઈસ્લામિક નાટો એક વ્યૂહાત્મક પડકાર હશે
નવી દિલ્હી: વિશ્વમાં એક નવું નાટો જેવું સંગઠન આકાર લઈ રહેલું દેખાય છે.
તેને ઈસ્લામિક નાટો કહેવાય રહ્યું છે. આ સૈન્ય ગઠબંધન ભારત માટે ખતરાની ઘંટડી જેવું છે. આ નવા સૈન્ય ગઠબંધનમાં હાલ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા છે. જો કે ચર્ચા ત્રીજા દેશ તુર્કીની પણ આ સૈન્ય ગઠબંધનમાં સામેલ થવાને લઈને ચાલી રહી છે.
આ ગઠબંધનને SMDA(Strategic Mutual Defence Agreement) નામ આપવામાં આવ્યું છે. એસએમડીએમાં તુર્કીના સામેલ થવાની સંભાવના માત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ તેજ થઈ ચુકી છે. તુર્કી યુરોપિયન દેશોના સૈન્ય ગઠબંધન નાટોમાં પણ સામેલ છે.
આ ગઠબંધન રાજકીય અને સામરિકપણે મહત્વપૂર્ણ છે. તેની અસર ભારત પર પણ પડશે, કારણ કે પાકિસ્તાન-તુર્કી બંને દેશો ઘોષિતપણે ભારતના દુશ્મન છે. ત્યારે સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધ ઠીકઠાક છે, પરંતુ પાકિસ્તાન અને સાઉદીના નજીક આવવાથી ભારતના સંબંધ કેટલા દિવસ સુધી સારા રહેશે, તેને લઈને આશંકાઓ છે.
ઈસ્લામિક નાટો
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની વચ્ચે એમએમડીએ નામનું એક સૈન્ય ગઠબંધન થયું છે. જેના પર સપ્ટેમ્બર 2025માં બંને દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીનો અર્થ એ છે કે જો કોઈ એક દેશ પર હુમલો થાય છે, તો તેને બંને દેશો પર હુમલો માનવામાં આવશે.
આ બિલ્કુલ નાટોના અનુચ્છેદ-5 જેવું છે, હવે આ ગઠબંધનમાં તુર્કી પણ સામેલ થવા જઈ રહ્યું છે. આ સૈન્ય ગઠબંધનના ત્રણ દેશો ઈસ્લામિક છે. સાઉદી અને પાકિસ્તાન ઘોષિતપણે ઈસ્લામિક દેશો છે, જ્યારે તુર્કી મુસ્લિમ બહુમતીવાળો દેશ છે. માટે તેને ઈસ્લામિક નાટો કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ ગઠબંધનને પાકિસ્તાન લીડ કરી રહ્યું છે. માટે તુર્કી જે ઈસ્લામિક રાષ્ટ્રોનું નેતા બનવા ચાહે છે, તેનું સપનું તૂટતું દેખાય રહ્યું છે. એટલે કે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ અર્દોગાનનું ઈસ્લામિક દુનિયાના ખલીફા બનવાનું સપનું ચકનાચૂર થઈ રહ્યું છે

ઈસ્લામિક નાટોનો ખતરો
જો આ ગઠબંધન બને છે, તો સાઉદી અરેબિયાની અપાર આર્થિક શક્તિ, પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા અને મોટી સેના તથા તુર્કીની ભૂ-રાજકીય શક્તિ અને નાટોમાં મજબૂત સ્થિતિ ત્રણ ફેક્ટર સાથે મળીને એક સૈન્ય બ્લોક બનાવી શકે છે.
આ ગઠબંધનની પાછળ રાજકીય કારણો જણાવાય રહ્યા છે, જેમાં અમેરિકાની બદલાતી વિદેશ નીતિ અને ઈરાનને લઈને વધતી ચિંતાઓ મુખ્ય છે.
આ સિવાય દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં સંયુક્ત રણનીતિક હિત છે. જો આ ગઠબંધન હકીકત બને છે, તો તે ભારત, ઈઝરાયલ, આર્મેનિયા અને સાઈપ્રસ જેવા દેશો માટે વ્યૂહાત્મક પડકાર બની શકે છે.
ભારત-ઈઝરાયલના મજબૂત સંબંધ
જો કે ભારતે સોમાલિલેન્ડને સ્વતંત્ર દેશ તરીકેની માન્યતા આપી નથી અને પેલેસ્ટેઈન મુદ્દે દ્વિ-રાષ્ટ્ર સમાધાનનું સમર્થન કર્યું છે, તેમ છતાં પણ ભારત અને ઈઝરાયલના સંબંધ બેહદ મજબૂત છે. ભારત ઈરાન સાથે પણ સારા સંબંધો ધરાવે છે.
માટે સંયુક્ત રાષ્ટ્રમાં સંતુલિત વલણ અપનાવે છે. તેમ છતાં ભારત-ઈઝરાયલ વચ્ચેનો સંરક્ષણ સહયોગ બેહદ ઘનિષ્ઠ છે. ભારત, ઈઝરાયલનું સૌથી મોટું સંરક્ષણ સામગ્રીઓનું ગ્રાહક છે. 2020થી 2024 વચ્ચે ઈઝરાયલની કુલ શસ્ત્ર નિકાસના 34 ટકાની ભારતે ખરીદી કરી હતી. તાજેતરમાં ભારતમાં 8.7 અબજ ડોલરની સંરક્ષણલક્ષી ખરીદીને મંજૂરી અપાઈ છે, જેમાં સ્પાઈસ મિસાઈલો પણ સામેલ છે.
I2U2 શું છે?
ભારત અને ઈઝરાયલ દુનિયાના એકમાત્ર ગઠબંધનમાં સત્તાવાર રીતે એકસાથે છે, જેને I2U2 કહેવામાં આવે છે. આ એક રણનીતિક આર્થિક સમૂહ છે. જેમાં ભારત, ઈઝરાયલ, યુએઈ અને અમેરિકા સામેલ છે.
આ પણ વાંચો:પાકિસ્તાને ગુજરાતના સરક્રીક નજીક મિસાઈલો-એર ડિફેન્સ સિસ્ટમ કરી તેનાત, મુનીરને શેનો છે ડર?