Trumpના 25% ઈરાન ટેરિફ પર ભારત સરકારનું પ્રથમ નિવેદન: “નો ટેન્શન”

Spread the love

 

ઇરકારના નિવેદન અનુસાર, ભારત અને ઈરાન વચ્ચેનો કુલ વેપાર વોલ્યુમ અન્ય મોટા વેપાર ભાગીદારોની સરખામણીમાં ઘણો ઓછો છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતે ઈરાનમાં લગભગ 1.24 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે ઈરાનથી આયાત આશરે 440 મિલિયન ડોલરની રહી હતી. આ રીતે બંને દેશો વચ્ચેનો કુલ વેપાર લગભગ 1.68 અબજ ડોલરનો રહ્યો છે. આ આંકડાઓને જોતા ઈરાન ભારતના ટોચના વેપાર ભાગીદારોમાં નથી અને તેની સ્થિતિ 60થી નીચેના ક્રમે આવે છે.

ભારતના મુખ્ય વેપાર

વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ભારતના મુખ્ય વેપાર ભાગીદારોમાં અમેરિકા, ચીન, યુએઈ, રશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશો સામેલ છે, જ્યાં વેપારનું પ્રમાણ ઘણું વધારે છે. આવી સ્થિતિમાં ઈરાન સંબંધિત કોઈ એક પગલાંથી ભારતની કુલ નિકાસ પર મોટી અસર થવાની સંભાવના ઓછી છે.

નિકાસકારો માટે ઈરાન એક મહત્વપૂર્ણ બજાર

તેમ છતાં, કેટલીક ચોક્કસ સેક્ટરમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને બાસમતી ચોખાના નિકાસકારો માટે ઈરાન એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. દર વર્ષે અંદાજે 12 લાખ ટન બાસમતી ચોખા ઈરાનમાં નિકાસ થાય છે, જે ભારતની કુલ બાસમતી નિકાસમાં મોટો હિસ્સો ધરાવે છે. આ કારણે ટૂંકા ગાળામાં ભાવ અને ચુકવણી સંબંધિત પડકારો ઊભા થઈ શકે છે.

એશિયામાં નવા બજારો વિકસાવ્યા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નિકાસકારોએ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં નવા બજારો વિકસાવ્યા છે. આ વૈવિધ્યકરણના કારણે ભારત કોઈ એક દેશ પર વધુ નિર્ભર નથી. અધિકારીઓના મત પ્રમાણે, જો ક્યાંક તાત્કાલિક અસર થશે પણ તે ટૂંકા સમય માટે હશે અને સમગ્ર અર્થવ્યવસ્થાને નુકસાન નહીં પહોંચાડે. ટ્રમ્પના 25% ઈરાન ટેરિફથી ભારત પર મોટી આર્થિક અસર થવાની શક્યતા નથી. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડશે તો નિકાસકારોને સહાય માટે પગલાં પણ લેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *