સુરત ખાતે યોજાયેલા સંમેલનમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આગેવાનોને આકરી કરી ટકોર,
અગાઉ વર્ષોમાં આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ ફોલો કરતા, સમૂહ લગ્ન સામાજિક બંધારણની કોઈ અસર નહીં, છૂટાછેડામાં દીકરીના પૈસા બાપ ગણેઃ પુરુષોત્તમ રૂપાલા

આજના યુગમાં નાનામાં નાનો સમાજે બંધારણ તૈયાર કરીને સમાજ માટે એક નવી પહેલ કરી છે સોનું ચાંદી મોંઘુ થતા અને કરિયાવર જેવી મોંઘી દાટ વસ્તુઓ ઉપર ખૂબ જ મોટો કાપ મુકવામાં આવ્યો છે, પ્રી વેડિંગ મોંઘીદાટ કંકોત્રીઓ પાછળ કરાતા ખર્ચા સામે પણ સમાજે ખોટા ખર્ચા બંધ કરવા કરેલ લોકો એ વખાણી છે, ત્યારે આપણા સમાજની ઝેરોક્ષ પહેલા લોકો મારતા અને બીજા સમાજો જાગી જતા આપણે ઝેરોક્ષ મારવી પડશે
સુરત રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો
બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસુ વર્ષ પહેલા એવું હતું કે આપણો
સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી. તેમણે કહ્યું હતું કે, એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના આપવાના જ નહીં. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નના નિર્ણય થઈ ગયાં છે. માત્ર લગ્ન પૂરતાં જ નહીં પણ આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં
છે. એમાં જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો છે એ સામાજિક સગવડ વધારશે પણ જે સામાજિક પોત આપણું હતું તે ઘસાતુ જાય છે. મારા મતે છૂટાછેડા
મહત્વની બાબત નથી પણ છુટા છેડા બાદ બાપા પૈસા ગણવા બેસે છે તે આપણા માટે શરમજનક બાબત છે. આપણા સમાજની અંદર દીકરીના પૈસાની લેતી દેતીનો સમય આવે? તમે માંની સામે એમ બોલો કે અમે માંના ઉપાસકો છીએ. એટલે માં મંદિર વાળી છે એમ નહીં માં ઘરવાળીએ છે. ઘરની અંદર જે બેઠી છેને એને રાજી રાખવાની આવશ્યકતા છે.