સેક્ટર-૪ ખાતે ૫ કરોડના ખર્ચે નવું તળાવનું નિર્માણ, કાંટમાળ, કચરાથી પુરી દેવાયેલા તળાવ અને ભૂગર્ભ જળમાં પાણી આવશે

Spread the love

વિકાસશીલ પુરુષની વિકાસયાત્રામાં બિનવારસી જમીન હવે શહેરની સુંદરતા દેખાશે

સેક્ટર-૪ ખાતે ૫ કરોડના ખર્ચે નવું તળાવનું નિર્માણ, કાંટમાળ, કચરાથી પુરી દેવાયેલા તળાવ અને ભૂગર્ભ જળમાં પાણી આવશે

જ્યાં લોકો કચરો કાટમાળમાં નાખતા હતા તે જમીન હવે પ્રકૃતિમય અને લોકોને વોકિંગ ફરવાનું સ્થળ અને એક બેઠક બની જશે, ત્યારે સેક્ટરોના પાણીના સ્તર પણ ઊંચા આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નો મતવિસ્તાર હોવાથી દરેક નાની અને જીણવટ ભરી સમસ્યાઓઝડપથી ઉકેલાઈ તે માટે દિલ્હીથી બાજ નજર રાખવામાં આવે છે. ત્યારે વસાહત મંડળના કેસરી સી બીહોલાથી લઈને અનેક રહીશોનો પણ અગાઉ જે સેક્ટર-૪ ખાતે તળાવ નિર્માણનો જેને રજૂઆતોના પગલે જે તે મંજૂરી મળી ગઈ છે. ગાંધીનગરના સેક્ટર-૪માં છેલ્લા ૧૦ વર્ષથી સ્થાનિક રહીશો માટે માથાના દુખાવા સમાન બનેલી બિનવારસી જમીન હવે શહેરની સુંદરતામાં વધારો કરશે. વર્ષો અગાઉ ખોદકામ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ સ્થાનિકોએ કરેલી રજૂઆતો રંગ લાવી છે અને પાટનગરના આ વિસ્તારમાં જળસંચયની સાથે પર્યટન જેવુંનવું કેન્દ્ર ઊભું થશે.અગાઉ ખોદકશ્રમ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનશે, ગાંધીનગરના સેક્ટર ૪માં વર્ષો અગાઉ ખોદકામ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો પહેલા જ્યારે ગાંધીનગરનો વહીવટ પાટનગર યોજના વિભાગ હસ્તક હતો ત્યારે અહીં તળાવ માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે સેક્ટર-૧ના તળાવમાં પાણી ટકતું ન હોવાના તર્ક સાથે તંત્રએ સેક્ટર-૪ના આ પ્રોજેક્ટને પડતો મૂકી ખાડામાં કાટમાળ ભરી દીધોહતો. જેના કારણે અહીં ગંદકી, મચ્છર અને વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક રહીશોની લાંબા સમયની લડત બાદ આખરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અહીં તળાવના નવીનીકરણની કવાયત શરૂ કરાઈ છે.નવુંલેક ફ્રન્ટ બનવાથી ૧૦૦૦થી વધુલોકોને ફાયદો થશે, આ પ્રોજેક્ટની વાત કરીએ તો, આશરે ૫.૦૧૫ કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટથી સેક્ટર-૪ અને આસપાસના અંદાજે ૧૦૦૦થી વધુ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ખાતે મહાનગરપાલિકાની સ્થિતિ જોવા જઈએ તો દેવાદાર જેવી છે, ત્યારે જીજે ૧૮ મહાનગરપાલિકા હજુ બોજ અને દેવા તળે નથી તો ધ્યાન રાખે, વિકાસની લાયમાં ને લાયોમાં સરકારી આવક નવી કેવી રીતે આવે અને ખર્ચ ખોટા ઘટાડવાનું કરો નહિતર આ સ્થિતિ અહીંયા પણ આવીને ઊભી રહેશે
નાગરિકોને સીધો ફાયદો થશે. તળાવના નવીનીકરણની માટે ૭૯૬૨.૯૧ ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં આ પ્રોજેક્ટ ફેલાયેલો છે. જેમાં ૨૩૪૧.૧૫ ચોરસ મીટરમાં મુખ્ય તળાવ વિકસાવવામાં આવશે. જ્યારે ૫૯૨૧.૭૯ ચોરસ મીટર વિસ્તારમાં નાગરિક સુવિધાઓ ઉભી કરાશે.નવા લેકફ્રન્ટમાં આ સુવિધાઓહશે, આ માત્ર એક તળાવ નહીં પરંતુ એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં બાળકો માટે ખાસ પ્લે એરિયા’, વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા અને સહેલાણીઓ માટે ‘વોકિંગ ટ્રેક’ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં હરિયાળી જાળવવા ગ્રીન લોન. આકર્ષક સ્કલ્પચર અને ટોઇલેટ બ્લોક જેવી સુવિધાઓનોસમાવેશ કરાયો છે. આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના નીચા જતા સ્તરમાં સુધારો થશે, આ પ્રોજેક્ટ પાછળનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંરક્ષણનો છે. તળાવમાં પાણી ભરાવાથી આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના નીચા જતા સ્તરમાં સુધારો થશે. તંત્રના જણાવ્યા અનુસાર, આ કામગીરી ૧૧ માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને આગામી ૫વર્ષ સુધી તેની જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *