ભારતીય સીમા પર હવે પાકિસ્તાની ડ્રોન દેખાશે તો તેને તોડી નાખવા માટે સુરક્ષાબળના જવાનોને આદેશ આપી દેવાયા છે. જો સીમા પર પાકિસ્તાની ડ્રોન એક હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતુ જોવા મળશે તો ભારતીય સુરક્ષાબળના જવાનો તેને તોડી નાખશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોએ ડ્રોન દ્વારા પંજાબમાં હથિયારો અને ડ્રગ્સની સપ્લાઇ કરવાના મામલા સામે આવ્યા હતા, ત્યારબાદ ભારતીય સેનાને બોર્ડર પાર પાકિસ્તાનના ડ્રોન તોડી પાડવાની મંજૂરી મળી છે. જમ્મૂ કાશ્મીર અને પંજાબથી જોડાયેલ પાકિસ્તાની બોર્ડર પર ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો તૈનાત છે. બીએસએફના જવાન અનેક વખત પાકિસ્તાની ડ્રોનને ઉડતા જોઇ ચૂક્યા છે. કેટલીક વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઇ ક્ષેત્રમાં ઘુસણખોરૂ પણ કરે છે અને કેટલીક વખત સર્વેલન્સ જોઇને પરત પણ ચાલ્યા જાય છે.