દુનિયામાં એવી ઘણી હોટલ છે જે ઘણી જૂની છે. જોકે, તે સમયની સાથે બદલાતી રહે છે. પરંતુ જાપાનમાં એક એવી હોટલ છે જેણે આજે પણ પોતાનો ઈતિહાસ યથાવત રાખ્યો છે. આ દુનિયાની સૌથી જૂની હોટલ છે. જેનું નામ “ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ”માં નોંધાયેલું છે. આ હોટલનું નામ છે “નિશિયામા ઓનસેન કિયૂનકન” તેને ફુજિવારા મહિતો નામના વ્યક્તિએ વર્ષ 705માં બનાવી હતી. લગભગ 1300 વર્ષ જૂની આ હોટલને આજે તેમના પરિવારની 52મી પેઢી ચલાવી રહી છે. આ હોટલમાં દુનિયાભરનાં લોકો આવે છે. જેમાં ઘણાં મોટા જાણીતા લોકો પણ સામેલ છે. આ હોટલ પોતાના આલિશાન ગરમ ઝરણાઓ માટે જાણીતી છે. જે તેને અન્ય હોટલો કરતાં અલગ અને ખાસ બનાવે છે. આ હોટલની એકતરફ સુંદર નદી વહે છે. તો બીજી તરફ ગાઢ જંગલ છે. હોટલની બારી ખોલવા પર તમને અહીંનો સુંદર દ્રશ્ય દેખાશે જેને જોઈને તમને અહીંથી બીજે ક્યાંય પણ જવાનું મન જ નહી કરે. આ હોટલમાં કુલ 37 રૂમો છે, જેનું એક રાતનું ભાડું લગભગ 33 હજાર રૂપિયા છે. સમય સમય પર આ હોટલનું નવીનીકરણ થતુ રહે છે. છેલ્લે 1997માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ.