કોરોનાની મહામારી બાદ હવે મ્યુકરમાઇકોસીસ નામનો ભયંકર રોગે લોકોને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે.ગુજરાત સહિત દેશના એકાદ ડઝન રાજયોમાં કોરોના પછી હવે મ્યુકરમાઈકોસીસનો પ્રકોપ છે અને નીતનવા લક્ષણોથી તબીબી જગત પણ સ્તબ્ધ છે ત્યારે હવે એક જ વ્યક્તિમાં બ્લેક અને વ્હાઈટ એમ બન્ને પ્રકારના ફંગસ મળતા નવો પડકાર સર્જાયો છે. જે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મ્યૂકરમાઈકોસીસ ની મહામારી ઘણી જોવા મળી રહી છે. જેના કેસોમાં ધીરે ધીરે વધારો નોંધાય રહ્યો છે. ત્યારે આ મ્યુકરમાઈકોસીસ ના દરેક કેસની વિગત તત્કાલ દિલ્હીમાં મોકલાવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીની માહિતી પોર્ટલ પર દિલ્હી મોકલાઈ રહી છે. રાજકોટ સિવિલમાં ડેટા એનટી માટે 16 ઓપરેટર ની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હવે કોવિડ-19 જેવું ગાફેલ ન રહેવાય તેથી જ કેન્દ્ર સરકાર સલવલી છે.
હોસ્પિટલ એ દર્દીઓની વિગત ઑનલાઇન મુકવી ફરજિયાત છે. રાજકોટમાં 59% દર્દીઓની આંખમાં બ્લેક ફંગસ છે.
કેવા લોકોને થાય છે મ્યુકરમાઈકોસિસ
રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે. હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકરમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. ત્યારે હાલ સમગ્ર રાજ્યમાં મ્યુકોમાયરોસીસના આવા ૧૦૦થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દુર કરવા પડે છે.
મ્યુકરમાકોસિસ ફૂગ શરીરના કયા ભાગમાં પ્રસરી રહી છે તેના પર આ રોગના લક્ષણો નિર્ભર છે.