કોરોનાની મહામારીમાં સૌરાષ્ટ્રનું હબ ગણાતું એવું રાજકોટમાં એક ક્લાસીસમાં ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ માસ્ક વગર મળી આવ્યા હતાં. ભણેશરીઓ મોટા હોય તેમ સ્થિતિ ન સમજનારા ને શું કહેવું? જ્યાં કોરોના અને બ્લેકફંગસ ના કેસ સતત સામે આવી રહ્યા છે. જો કે, લોકો તેમના સ્વાર્થને કારણે લોકોના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો ગુજરાતના રાજકોટથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં પોલીસે એક કોચિંગ સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને અંદરથી 555 બાળકો મળી આવ્યા હતા. કોચિંગ સેન્ટર નિયમોનું ઉલ્લંઘન કરીને આ વર્ગો ચલાવતો હતો.
પોલીસે કહ્યું કે જે બાળકો અંદર હાજર હતા તેઓએ ક્લાસમાં ન તો માસ્ક પહેરે છે અને ન તો સામાજિક અંતરનું પાલન કરવામાં કરી રહ્યા હતા.
રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં સ્થિત આ પ્રખ્યાત કોચિંગ સેન્ટરના માલિકની કોરોના નિયમોના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ અધિક્ષક બલારામ મીનાએ જણાવ્યું હતું કે પોલીસને ફરિયાદ મળી હતી કે કેટલાક કોચિંગ સેન્ટરો ગુપ્ત રીતે ક્લાસ ચલાવી રહ્યા છે. જોકે, દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ હતી જ્યારે એક જ કેન્દ્રમાંથી 500 થી વધુ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કોચિંગ સેન્ટરના માલિકની ઓળખ જયસુખ સંખાલવા તરીકે થઈ છે. આ અંગે મહામારી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.