મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થયા બાદ શુક્રવારથી આ સેવાની મુસાફરો માટે શરૂઆત થઇ

Spread the love

 

મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા બાદ શુક્રવારથી આ સેવાની મુસાફરો માટે શરૂઆત થઇ હતી. પ્રથમ જ દિવસે જ મેટ્રો સ્ટેશન પર લોકોનો મોટો જમાવડો જોવા મળ્યો. નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને પરિવારોએ ઉત્સાહ સાથે મેટ્રોની સફરનો આનંદ લીધો હતો.
મેટ્રો શરુ થયાના પ્રથમ દિવસે સવારથી જ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. ઘણા લોકો મેટ્રોમાં પ્રથમવાર મુસાફરી કરવા માટે આવ્યા હતા, જ્યારે ઘણા મુસાફરો રોજ બરોજની મુસાફરી માટે મેટ્રોનો ઉપયોગ કરતા દેખાયા. સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા અને આધુનિક સુવિધાઓએ મુસાફરોને પ્રભાવિત કર્યા. જૂના સચિવાલયના કર્મચારીઓએ પણ મેટ્રોમાં અપડાઉનની શરૂઆત કરી હતી. લોકોએ જણાવ્યું કે મેટ્રો શરૂ થવાથી સમય બચશે અને ટ્રાફિકની મુશ્કેલી ઓછી થશે. ખાસ કરીને અમદાવાદ–ગાંધીનગર વચ્ચે આવન–જાવન કરતા લોકો માટે મેટ્રો એક મોટી રાહતરૂપ સુવિધા બની છે. મુસાફરો માટે મેટ્રો શરૂ થતાં લોકોને રાહત થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *