
ગુજરાત સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી છે. રાજ્ય સરકારે તબીબી સારવારના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરી ત્રણ અગ્રણી સ્પેશિયાલિટી હૉસ્પિટલોના નવા અને ભવિષ્યમાં શરૂ થનારા તમામ સેન્ટર્સને હવે ‘સરકારી હૉસ્પિટલ’ સમકક્ષ માન્યતા આપી છે. આ નિર્ણયથી રાજ્યભરના લાખો પરિવારોને સીધી આર્થિક રાહત મળશે.
કયા સેન્ટર્સને મળશે માન્યતા?ઃસરકારના તાજેતરના ઠરાવ મુજબ અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલૉજી, એમ.પી. શાહ કેન્સર હૉસ્પિટલ અને IKDRC કિડની હૉસ્પિટલ દ્વારા રાજ્યમાં જ્યાં પણ નવા સેન્ટર્સ શરૂ થશે, તે તમામ હવે સરકારી હૉસ્પિટલ ગણાશે.
કર્મચારીઓને શું ફાયદો મળશે?ઃઅત્યાર સુધી આ ત્રણેય સંસ્થાઓના માત્ર મુખ્ય હૉસ્પિટલને જ સરકારી દરજ્જો મળેલો હતો. હવે તેમના સેન્ટર્સમાં લેવાયેલી સારવારના ખર્ચ માટે કોઈ નાણાકીય મર્યાદા નહીં રહે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના સારવાર બિલ સીધા મંજૂર થઈ શકશે. આ સુધારા બાદ બિલની ચુકવણી માટે ઉપાડ અને વહેંચણી અધિકારી (DDO) તથા તિજોરી અધિકારીને સીધી સત્તા અપાઈ છે.