ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર ગુનાઓ ધરાવતા આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કોર્પોરેટર સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ છે.
જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેના બાઈ સહિત ચાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અબ્બાસનો ભાઈ અસલમ કુરેશી પણ ભાજપનો પૂર્વ કોર્પોરેટર છે. તેમની સામે પોલીસ પર હુમલો, જુગારધારા, આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત કરીમ સિડા, સેબાજ કુરેશી સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો માર, સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ