યુપીથી આવેલી ટોળકી સુરતમાં પાડતી હતી ખેલ! લોકોને ભોળવી ATM કાર્ડની અદલાબદલી કરતા

Spread the love

 

શહેરમાં ATMમાંથી રૂપિયા ઉપાડવા આવતા નિર્દોષ, અભણ અને મજૂર વર્ગના લોકોને નિશાન બનાવી ATM કાર્ડ અદલા-બદલી કરી ઠગાઈ કરનાર ગેંગને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ્લે પાંચ આરોપીઓને પકડી તેમની પાસેથી રૂ. 1,10,000/ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી સુરત શહેર પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. પાંડેસરા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

ડોક્ટરનો વેશ ધારણ કરી આરોપીઓ સુધી પહોંચ્યા પોલીસ

પાંડેસરા પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, પાંચ ઇસમો ATMમાં ઠગાઈ કરી સુરતમાંથી પોતાના વતન ઉત્તરપ્રદેશ તરફ નાસી જવાની તૈયારીમાં છે. જોકે, હાલ તેઓ પાંડેસરા વિસ્તારમાં જીયાવગામ રોડ, કૈલાશમાનસ સ્કૂલ પાસે એક મકાનમાં છુપાયેલા છે. પોલીસ પોતાની ઓળખ છતી ન થાય તે માટે મહિલા પોલીસ કેશવીબેન રમેશભાઇને ડોક્ટરનો એપ્રોન પહેરાવી વેશ બદલીને મકાનમાં મોકલ્યા. બીમારી અંગે પુછપરછ દરમિયાન આરોપીઓ હાજર હોવાનું સ્પષ્ટ થતાં તરત જ અન્ય પોલીસ સ્ટાફને બોલાવી મકાનને કોર્ડન કરી પાંચેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.

છ મહિનાથી ATM ઠગાઈનો ગોઠવાયેલો ખેલ

પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે, છેલ્લા છ મહિનાથી તેઓ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અલગ-અલગ બેન્કના ATM મશીનોમાં લોકોની રાહ જોતા. જે વ્યક્તિઓને ATMમાંથી રૂપિયા ઉપાડતા આવડતું ન હોય, ખાસ કરીને મજૂર અને અભણ લોકોને મદદના બહાને વાતોમાં ભોળવી તેમનો PIN જાણી લેતા અને નજર ચૂકવી તેમનું ATM કાર્ડ પોતાના કાર્ડ સાથે અદલા-બદલી કરી લેતા. પછી “ATMમાંથી રૂપિયા ઉપડતા નથી” એવું બહાનું બનાવી ભોગ બનનારને ખોટું ATM કાર્ડ આપી દેતા અને સાચું ATM કાર્ડ રાખી લેતા. બાદમાં એ કાર્ડ મારફતે ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા.

વધુ ચોંકાવનારી વાત એ છે કે, એક ભોગ બનનારનું ATM કાર્ડ બીજા ભોગ બનનારને આપી ફરી અદલા-બદલી કરી અનેક સ્થળોએથી ઠગાઈ કરવામાં આવતી હતી. અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલઆ ગેંગ સામે પાંડેસરા પોલીસ સ્ટેશન, સચિન GIDC પોલીસ સ્ટેશન તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં કુલ્લે પાંચ ગુનાઓ નોંધાયા છે.

દાખલ ગુનાઓ

પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. 0246/2026પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. 0274/2026પાંડેસરા પો.સ્ટે. ગુ.ર.નં. 0285/2026સચિન GIDC પો.સ્ટે. ગુ.ર.નં. 0213/2026ભેસ્તાન પો.સ્ટે. ગુ.ર.નં. 0126/2026બધા ગુનાઓ BNS કલમ 318(4) અને 54 મુજબ નોંધાયા છે.આરોપીઓના નામ અને વિગતપકડાયેલા આરોપીઓમાંરામપૂજન ઉર્ફે સૌરભ ઘનશ્યામ સરોજ (ઉ.વ. 26)અનિલ કુમાર વિરેન પ્રસાદ રાજભર (ઉ.વ. 26)વિશાલ રામરતન રાજભર (ઉ.વ. 25)રાહુલ રમેશ રાજભર (ઉ.વ. 24)વિકાસ બિહારી લાલ રાજભર (ઉ.વ. 26)બધા આરોપીઓ હાલ સચિન વિસ્તારમાં રહેતા હતા અને મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ તથા પ્રયાગરાજ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.મુખ્ય આરોપીનો ગુનાહિત ઇતિહાસરામપૂજન ઉર્ફે સૌરભ ઘનશ્યામ સરોજ સામે અગાઉ ઉત્તરપ્રદેશમાં લૂંટ, પ્રયાસી હત્યા તથા ગેંગસ્ટર એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.

જપ્ત મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 57,000/-, અલગ-અલગ બેન્કના કુલ્લે 150 ATM કાર્ડ, મોબાઇલ ફોન નંગ 05 રીકવર કર્યા છે. અન્ય મુદ્દામાલ અને વધુ ભોગ બનનારાઓ અંગે તપાસ ચાલુ છે.પોલીસે કરી જનતાને અપીલપાંડેસરા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ATMમાંથી રૂપિયા ઉપાડતી વખતે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવી, PIN કોઈને જણાવવો નહીં અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *